28 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: બાયડ તાલુકામાં ચોઈલા ગામનું ગણેશ સખીમંડળની મહિલાઓ રાજ્ય સરકારની ‘સખી મંડળ યોજના’ થકી બની પગભર


રાજ્ય સરકારે મહિલાઓને પગભર બનાવવા માટે સખી મંડળ યોજના શરૂ કરી છે. આ યોજના મહિલા સશક્તિકરણ આગવું ઉદાહરણ પૂરું પાડે છે. અંતરિયાળ ગામની મહિલાઓને કૌશલ્ય ની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખીમંડળ એક મહત્વની ભૂમિકા ભજવે છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોયલા ગામની મહિલાઓ ગણેશ સખીમંડળ થકી રોજગારી મેળવી રહી છે. આ સખીમંડળ દ્વારા અનેક પ્રકારની કામગીરીઓ થતી હોય છે. જેનાથી મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવે છે. એ સાથે જ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં કેરીથી બનતા છુંદો અને અથાણું બનાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેનાથી તેમને રોજગારી મળે છે. અને તેઓની આવક વધવા સાથે આત્મનિર્ભર બની રહી છે.

Advertisement

ગણેશ સખી મંડળ ચલાવતા ઉષાબેન ની સાથે છ થી આઠ બહેનો કામ કરે છે. ઉષાબેન જણાવે છે કે ‘અમે તમામ બહેનો મળીને ઉનાળામાં કેરીનો છુન્દો અને અથાણાં બનાવીએ છીએ, અને તેનાથી અમને સારી આવક મળે છે. આજે ગામમાં સખી મંડળથી પોતે અને પોતાના જેવી અનેક મહિલાઓ આજે પગભર થઈ છે, મહિલા પોતે કમાતી હોય તેનું ગૌરવ અનોખું હોય છે,જે અમે લોકોએ આર્થિક સધ્ધરતા મેળવીને અનુભવ્યું છે. આજે અમારા કુટુંબને પણ આગળ લઈ જવા તથા બાળકોને સારી કારકિર્દી આપવા માટે અમે સક્ષમ બન્યા છીએ. તેના માટે ફક્ત અમે રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માનીએ છીએ ‘

Advertisement

આજની મહિલાઓ ઘરકામથી લઈ અવકાશીયાનમાં પણ જય પોતાની કામગીરી બચાવી રહી છે ત્યારે અંતરિયાળ ગામની મહિલાઓની પડખે રહીને ગુજરાત રાજ્ય સરકારની અનેક યોજનાઓ થકી હર હંમેશ માટે મહિલાઓની સુરક્ષા સન્માન અને મહિલા સશક્તિકરણની પ્રોત્સાહન આપવામાં અડીખમ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!