37 C
Ahmedabad
Monday, April 29, 2024

બાળલગ્નો અટકાવવા તંત્ર એક્શન મોડમાં, અખાત્રીજના લગ્નસરાને લઇને અલગ અલગ ટીમ બનાવી


જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અરવલ્લી જિલ્લો બાળલગ્ન મુક્ત બને તે માટે કડક કાર્યવાહીના ભાગરૂપે નાગરીકોને ભાગીદારી માટે અપીલ કરવામાં આવી

Advertisement

બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને સામાજિક દુષણ પણ છે. બાળલગ્નના કારણે સમાજમાં નાની છોકરીઓના આરોગ્ય પર ઘણી જ વિપરીત અસર થાય છે તેથી બાળલગ્ન અટકાવવા જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે સમાજ દ્વારા બાળલગ્ન કરાવવામાં આવે તો બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ લગ્ન કરનાર પુખ્ત વયનો પુરૂષ અને તેનાં માતા-પિતા કે વાલી, મદદગારી કરનાર, બાળલગ્નમાં હાજરી આપનાર તમામને અપરાધી ગણવામાં આવે છે અને આ અધિનિયમમાં બાળલગ્ન કરનાર અને કરાવનારને બે વર્ષ સુધીની સખત કેદની સજા અને રૂપિયા એક લાખ સુધીના દંડની જોગવાઈ કરેલ છે. જેથી સમુહલગ્નોના આયોજકોએ લગ્નગ્રંથીથી જોડાનારની જન્મ તારીખના દાખલાની ખરાઈ કરી લેવા જણાવવામાં આવે છે.
હાલમાં ચાલતી લગ્ન સીઝન તેમજ અખાત્રીજ (અક્ષયતૃતીયા) ના દિવસે મોટાભાગે લગ્નો થતા હોઈ અરવલ્લી જિલ્લામાં કોઈપણ વિસ્તારમાં, ગામમાં કે મહોલ્લામાં બાળલગ્ન થતા જોવા મળે તો સામાજિક જવાબદારી સમજી આવા બાળલગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી કપિલભાઈ પટેલ મો.૯૪૦૮૮૧૧૦૦૬, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ. દિલીપસિંહ બિહોલા મો.૯૮૨૫૯૫૦૫૧૬, સુરક્ષા અધિકારી (સંસ્થાકીય સંભાળ) અજીતસિંહ રાઠોડ મો.૮૩૪૭૧૮૮૫૭૪, સુરક્ષા અધિકારી (બિનસંસ્થાકીય સંભાળ) અર્ચનાબેન સુવેરા મો.૯૪૨૮૮૭૭૩૩૭, કાનુની સહ પ્રોબેશન અધિકારી નિલેશકુમાર પરમાર મો.૯૯૦૯૦૫૩૯૧૩, ચાઈલ્ડ હેલ્પલાઈન નં. ૧૦૯૮ અને સ્થાનિક પોલીસ અધિકારીને અથવા કંટ્રોલરૂમ નં. ૧૦૦ ઉપર તાત્કાલિક જાણ કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અરવલ્લીની યાદીમાં જણાવાયુ છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!