37 C
Ahmedabad
Monday, April 29, 2024

શિક્ષણ નગરમાં દેહવ્યાપારના ધીધકતો ધંધો, કોઈ બોલવા કે કાર્યવાહી કરવા નથી તૈયાર, વીડિયો વાઈરલ થાય તો પોલિસની કાર્યવાહી…!!


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી સ્પા તેમજ ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે રીતે દેહ વ્યાપરનો ધંધો ધમધમી રહ્યો છે પણ કોઈ બોલવા જ તૈયાર નથી. કોઈને કોઈ પોતાના અંગ સ્વાર્થ ને લઇને ચૂપ છે પણ આ શિક્ષણ નગરીને શર્મસાર કરતા આવા ધંધાઓ પર રોક લગાવવી ખૂબ જ જરૂરી છે ત્યારે મોડાસા શહેરમાં બાયપાસ રોડ વિસ્તારમાં આવેલા ગેસ્ટ હાઉસમાં ચાલતા ગેરકાયદે દેહવ્યાપારનો વીડિયો વાઈરલ થતાં જ પોલિસે કાર્યવાહી કરતા હવે પોલિસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Advertisement

Advertisement

સબ સલામત છે, ક્યાંય કશુ ચાલતું નથી તેવા પોલિસના દાવાઓ વીડિયો વાઈરલ થયા પછી પોકળ સાબિત થઈ રહ્યા છે. કોઈપણ ઘટના ઘટી ગયા પછી પોલિસ કાર્યવાહી કરે છે ત્યાં સુધી રાહ કેમ જુએ છે તે પણ એક સવાલ છે. મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ્ટ હાઉસમાં ગેરકાયદે યુવતીઓને લવાય છે અને દેહવ્યાપાર ચાલતો હોય છે, થોડ વર્ષ પહેલા જિલ્લા સેવા સદન સામે સ્પા ની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો, જેનો પર્દાફાશ થયો હતો, ત્યારપછી કોઈજ કાર્યવાહી ન થઈ, હવે કાર્યવાહી ત્યારે કરવામાં આવી જ્યારે એક વીડિયો વાઈરલ થયો.

Advertisement

મોડાસામાં ચાલતા આવા ગોરખધંધાઓ બંધ કરવા માટે મહિલાઓ દ્વારા એક વર્ષ અગાઉ આવેદન પત્રો આપવામાં આવ્યા હતા, તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી હોવાની લોકચર્ચાએ જોર પકડયું છે. આવી રીતે શિક્ષણનગરીને લાંછન લગાવતા ગોરખધંધાઓ ક્યાં સુધી ચાલતે અને જિલ્લાના યુવાઓને ઊંધા રવાડે ક્યાં સુધી ચઢાવશે તે સવાલ છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!