asd
28 C
Ahmedabad
Monday, September 16, 2024

મોડાસા નુ ગૌરવ પ્રવીણ પરમાર ને સોશિયલ સેવા દ્વારા ગુજરાત વિશેષ સમ્માન લાઈફ ટાઈમ એચિવમેન્ટ ભૂષણ પુરસ્કાર એવોર્ડ થી સન્માન


 

Advertisement

“સેવા પરમો ધર્મ” ગીતા માં શ્રીકૃષ્ણ દ્વારા જણાવ્યું છે કે તું કર્મ કર કર્મ કરવું તારા હાથમાં છે ફળ આપવુ ઈશ્વરના હાથમાં છે શ્રીકૃષ્ણ ના ઉદ્દગાર ને વળગીને કર્મ એટલે કે સેવાકાર્ય એવા સૌરાષ્ટ્રના વતની સૌરાષ્ટ્ર એટલે સત ,શૂરા અને સેવા એવી ધરતી સૌરાષ્ટ્રના પ્રવીણ ભાઈ પ્રેમજીભાઈ પરમાર વર્ષોથી મોડાસાને પોતાની કર્મભૂમિ ગણી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના અંતરિયાળ છેવડા ના માનવી ની જરૂરિયાત પૂરી પાડવા રાષ્ટ્રીય , આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોડાસા, જાયન્ટ્સ મોડાસા, તેમજ મોડાસાની વિવિધ સેવાકીય સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, કલ્ચરલ સંસ્થા, ધાર્મિક સંસ્થા, એસોસીએશન, મા વિવિધ હોદ્દા પર રહી શૈક્ષણિક , આરોગ્ય, પર્યાવરણ, જીવ દયા, બ્લડ ડોનેશન, પાણીની પરબ, ગરીબ વિધવા બહેનોને રાશન કીટ- કપડા, ભૂખ્યા ને ભોજન, માનવીય તેમજ કુદરતી આફતો ભૂકંપ,ચક્રવાત વાવાઝોડું ,પૂર હોનારત, કોવિડ – 19 લોક- ડાઉન માં વિવિધ સેવા પૂરી પાડી હતી

Advertisement

પ્રવીણભાઈ પરમાર ની આ ઉમદા સેવાકીય પ્રવૃતિઓ દ્વારા રાષ્ટ્રીય , આંતરરાષ્ટ્રીય, પ્રશાસન, વિવિધ એનજીઓ , સંસ્થાઓ, મહાનુભાવો દ્વારા વિવિધ ક્ષેત્રે શીલ્ડ , પીન, એવોર્ડ , સન્માન – પત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાણે જે યુક્તિને સાર્થક કરનાર ‌પરોપકારી પ્રવીણ પરમાર ને વિવિધ ક્ષેત્રે ઉમદા સેવા કાર્યો કરવા તેમજ કોવિડ – 19 લોકડાઉન પોતાની જાન જોખમમાં નાખી ને સમિતિઓ દ્વારા માં ખૂબ સુંદર કામગીરી પાર પાડનાર પ્રવીણ પરમાર ને ગ્લોબલ સ્કૉલસ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત વિશેષ સમ્માન ભૂષણ પુરસ્કાર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા જે આપણા અરવલ્લી જિલ્લા માટે ગૌરવ સમાન છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!