37 C
Ahmedabad
Saturday, May 18, 2024

બિપોરજોય વાવાઝોડામાં ઉંડવા ચેકપોસ્ટ પર પોલીસે તાણેલો તંબુ ઉડી ગયો : ઉંડવા ચેકપોસ્ટ પર જીવના જોખમે ફરજ બજાવતી પોલીસ


અરવલ્લી જીલ્લા SP સંજય ખરાત સતત પોલીસકર્મીઓની ચિંતા કરી શામળાજી આશ્રમ ચોકડી,મોડાસા ચાર રસ્તાની જેમ લોકભાગીદારીથી ઉંડવા બોર્ડર પર સુવિધાબદ્ધ પોલીસ ચોંકીનું નિર્માણ કરે તેવી લોકમાંગ

Advertisement

બિપોરજોય વાવાઝોડાએ કચ્છ, સૌરાષ્ટ્ર સહીત ઉત્તર ગુજરાતમાં ભારે કહેર વર્તાવ્યો છો છેલ્લા બે દિવસથી ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ ભારે મુશ્કેલી સર્જી છે મેઘરજ તાલુકાના ઉંડવા નજીક આવેલ આંતરરાજ્ય સરહદ પર ચોંકીના અભાવે પોલીસકર્મીઓ તંબુમાં જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે ત્યારે બિપોરજોય વાવાઝોડામાં તંબુ પણ ઉડી જતા ફરજ પરના પોલીસકર્મીઓ જીવના જોખમે વરસતા વરસાદમાં જીલ્લા સહીત રાજ્યની સુરક્ષા કરી રહ્યા છે

Advertisement

મેઘરજ તાલુકાના ઉન્ડવા બોર્ડર પર ચેકપોસ્ટની ઑફિસ રૂમ ન હોવાથી બોર્ડર ઉપર તૈનાત સુરક્ષા કર્મીઓ તંબુ બાંધીને રહે છે. ફરજ પર તૈનાત સુરક્ષા કર્મીઓને ચોમાસુ, શિયાળો અને ઉનાળામાં આમ ત્રણે ઋતુમાં વરસાદ અને ઠંડી તાપ સહન કરી ફરજ બજાવી રહ્યા છે ત્યારે બિપોરજોય વાવાઝોડામાં તંબુ પણ ઉડી જતા પોલીસકર્મીઓ સુસવાટા મારતા પવન અને ભારે વરસાદમાં ફરજ બજાવી રહ્યા છે પોલીસકર્મીઓએ તાબડતોડ તંબુ ઉભો કરવા તજવીજ હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!