26 C
Gujarat
Saturday, August 1, 2026
Home સ્પોર્ટ્સ ગુજરાત તરફથી વ્હીલચેર ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર પોરબંદરના ખેલાડી ભીમા ખુંટી

ગુજરાત તરફથી વ્હીલચેર ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર પોરબંદરના ખેલાડી ભીમા ખુંટી

0
264

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેવી નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના ખેલાડીએ બાજી મારી છે. મધ્યપ્રદેશમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં જેમાં મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે આ ક્રિકેટ મેચમાં પોરબંદરના ભીમા ખુંટીએ ઇતિહાસ રચ્યો છે. ગુજરાતમાં વ્હીલચેર ક્રિકેટમાં પ્રથમ સદી ફટકારનાર પોરબંદરના ભીમા ખુંટીએ ૬૦ બોલમાં ૧૦૭ની રનની પારી રમીને પોરબંદર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ઇન્દોર ખાતે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે. આ ટ્રાય સીરીઝમાં ગુજરાતના વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પોરબંદરના ભીમા ખુંટી જવાબદારી સંભાળી રહ્યાં છે. ભીમા ખુંટીએ જણાવ્યું હતું કે સદી ફટકારવાનું સ્વપ્ન હતું તે સ્વપ્ન છત્તીસગઢ સામેની મેચમાં સાકાર થયું છે. તેમણે જણાવ્યું હતું કે ટી-ર૦ મેચમાં સદી ફટકારવી મુશ્કેલ હોય છે પણ તમારી અતૂટ મહેનતથી તમે તમારા સ્વપ્ન પુરા કરી શકો છો. ક્રિકેટર ભીમા ખુંટીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે છત્તીસગઢ સામેની મેચમાં માત્ર ૬૦ બોલમાં ૧૦૭ રનની પારી રમીને એક નવો ઇતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાત તરફથી એક પણ ખેલાડી સદી ફટકારવામાં કામયાબ રહ્યો નથી. ભીમા ખુંટીની ૧૦૭ રનની આ ધુવાધાર પારીમાં રર ચોક્કા સામેલ છે અને તેમણે આ પ્રથમ સદી ફટકારી એક નવો મુકામ હાંસલ કર્યો છે. વધુમાં જણાવતા ભીમભાઇએ કહ્યું હતું કે ફાઇનલમાં ના પહોચ્યા તે વાતનું દુ:ખ છે. અમારી ટીમ ફાઇનલમાં ન પહોંચી તો પણ હું બેસ્ટ બેસ્ટમેનનો ખીતાબ જીતવામાં કામયાબ રહ્યો તે વાતની ખુશી પણ છે. ભીમા ખુંટીએ જ્યારે સદી ફટકારી ત્યારે રવિન્દ્ર જાડેજાની જેમ તલવારબાજી કરીને સેલીબ્રેશન કર્યું હતું તે વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. ભીમા ખુંટીની સદી ફટકારતો વીડિયો જોઇને ઘણા ક્રિકેટરોએ અભિનંદન પાઠવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!