35 C
Ahmedabad
Thursday, May 16, 2024

અરવલ્લી : મેઘરજની બાલાજી કચોરી નાસ્તા હાઉસમાં મજૂરી કરતા 2 બાળ મજુર મુક્ત કરાયા, જીલ્લામાં બાળમજૂરીનું પ્રમાણ ઊંચું


અરવલ્લી જીલ્લામાં જીલ્લા સહીત પર પ્રાંતીય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો રમવાની અને અભ્યાસ કરવાની ઉંમરે મજબૂરીવશ બાળ મજૂરીમાં જોતરાઈ જાય છે જીલ્લામાં હોટલના સંચાલકો, કોન્ટ્રાકટરો,ચાની કીટલી વાળા,નાસ્તા અને ખાણીપીણીની દુકાનો અને રેકડીઓ તેમજ વેપારીઓ દ્વારા નાના બાળકોને બાળ મજુરી કરાવવમાં આવી રહી છે. તેમજ પુરતા પ્રમાણમાં વેતન ચૂકવી શોષણ કરવામાં આવતું હોવાનું જગજાહેર છે જીલ્લામાં શ્રમ અધિકારી તથા બાળ મજુર કચેરીએ જાણે આંખે પાટા બાંધ્યા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાની બૂમો વચ્ચે સરકારી શ્રમ અધિકારી અને તેમની ટીમે મેઘરજ નગરના બાલાજી કચોરીમાં રેડ કરી બે બાળ મજૂરને મુક્ત કરાવી નાસ્તા હાઉસના માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

અરવલ્લી જીલ્લા શ્રમ અધિકારી સચિન કુમાર રામજીભાઈ બોદર અને જીલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમને મેઘરજ નગરમાં માલપુર રોડ પર આવેલી બાલાજી કચેરીનો માલિક તુલસીરામજી ભંવરલાલ સુખવાલ (રહે,પાંડિયો કી ગુવાડી-રાજસ્થાન) તેના નાસ્તા હાઉસમાં બે બાળકો પાસે બાળ મજૂરી કરાવતો હોવાની બાતમી મળતા રવિવારે બાલાજી કચોરીમાં ત્રાટકી 13 અને 12 વર્ષના બે બાળ મજુરને મુક્ત કરાવી માલિક સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી જીલ્લામાં બાળમજૂરી કરાવતા માલિકોમાં તંત્રની કામગીરીથી ફફડાટ ફેલાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!