અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરની 9 વર્ષીય દીકરી સાથે પાડોશી યુવકે તેના ઘરે બોલાવી દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે પરિવારે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરીને સોંપતા નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લઇ મેડિકલ પરીક્ષણ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ત્રણ સંતાનોના પિતાના કાળા કરતૂતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી
છોટાઉદેપુર જીલ્લાના અને ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર)નામના હવસખોરને મનમાં વાસનાનો કીડો સળવળતા લલચાવી ફોસલાવી અપહરણ કરી તેના ઘરે લઇ જઈ જાતીય સતામણી કરી બાળકી સાથે બળજબરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી ધનુસરા પોલીસે દૂષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પિતાની ફરિયાદના આધારે રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર) સામે અપહરણ, પોક્સો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાની ગંભીરતાને પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી કે.જે.ચૌધરીને સોંપી હતી
મોડાસા નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરી ને સોંપાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા અને આરોપી રાજુ બાબુભાઈ વાઘેલા (દેવીપૂજક) (25) ને કલાકોમાં ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે