અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજતા કાળીયા ઠાકોરના શામળાજી મંદિરમાં ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ઉમય્યા હતા.હાજર ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરી હતી
આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવાય છે આ દિવસે ગુરૂ પૂજનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે કેટલાક ભક્તો ગુરૂ ગાદી જ્યારે કેટલાક ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન કરી ગુરુ પૂર્ણિમા ઉજવતા હોય છે ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શને ઉમટયા હતા અને પોતાના ગુરૂ અને આરાધ્ય દેવના દર્શન કરી ધન્ય બન્યા હતા પૂર્ણિમાના પાવન અવસરે ભગવાન શામળીયાને સોનાના આભૂષણો અને સોનેરી ઝરીના વસ્ત્રો થી સાજ શણગાર કરાયા હતા તેમજ નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું જે શામળિયાના દર્શન કરી હજારો ભક્તો ધન્ય બન્યા હતા વહેલી સવાર થી ભકતો કાળીયા ઠાકોર ના દર્શન કરવા લાબી લાઈન મા ગોઠવાઈ ગયા હતા ભગવાન ના સન્મુખ દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા બજાર મા તથા હાઇવે રોડ પર ભારે ટ્રાફિક ને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયેલ હતો ખાખચોક ના મહંત હરકિશોર મહારાજ ના આક્ષમ મા ભક્તો એ ગુરુ મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા