અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરો માટે સેફ હેવન બની રહી છે રતનપુર ચેકપોસ્ટ પર શામળાજી પોલીસના સઘન ચેકીંગ અને પેટ્રોલિંગના દાવાની સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે હવા કાઢી નાખી છે શામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી સુનિલ દરજી અને વિશ્રામ નામના બુટલેગર લાઈન મારફતે દારૂ ઠાલવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બુટલેગરો શામળાજી પંથકમાં પડ્યા પાથર્યા રહે છે સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમે શામળાજી આરટીઓ ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાંથી 6.46 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઇવરને દબોચી લીધો હતો
સ્ટેટ મોનેટરીંગ સેલના પીઆઈ કે.બી.સાંખલાને શામળાજી રતનપુર ચેકપોસ્ટ માર્ગે નાના-મોટા વાહનો મારફતે દરરોજ વિદેશી દારૂ ઠલવાતો હોવાની બાતમી મળતા તેમની ટીમ સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક પડાવ નાખ્યો હતો રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયર ટીન નંગ-2085 કીં.રૂ.646400/- સાથે ટ્રક ડ્રાઇવર સુરેશ રામલાલ ગુર્જર (રહે,આદવા કા બાડીયા,ભીલવાડા-રાજસ્થાન) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઇલ,રોકડ રકમ, ટ્રક મળી કુલ.રૂ.16.54 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ટ્રક માલિક રાજસ્થાનના સુરેન્દ્ર રામનારાયણ યાદવ અને ટ્રકમાં દારૂ ભરી આપનાર સુભાષ મીણા (રહે,જયપુર-રાજસ્થાન) અને દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધાવી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી