શહેરા
શહેરા તાલુકામા મોરવા ગામે પતિએ પત્નીને આડાસંબઘની શંકા રાખીને કુહાડીના ઘા મારી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યા કર્યા બાદ પતિ ત્યાથી ફરાર થઈ ગયો હતો. આ મામલે આરોપી પતિ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવા પામતા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરા તાલુકાના બીલીયા ગામે રહેતા રવજીભાઈ નવલાભાઇ નાયક શહેરા તાલુકાના મોરવા ગામે રહેતા ચીમનભાઈ ચંદુભાઈ નાયક તેમના સાળી ના ઘરે ડાંગર રોપવાની સિઝનને લઈ મજૂરી કામ માટે રહેતા હતા.રયજીભાઈ દ્વારા તેમની પત્ની લલીતાબેન ને અન્ય જગ્યાએ આડા સંબંધને લઈ છાસવારે તકરાર થતી હતી. ત્યારે ગઈકાલ રાત્રે તેઓ જમી પરવારી આરામ કરતા હતા. તેમના ઘરમાં ફક્ત પતિ પત્ની હતા તેઓ અંદરો અંદર તકરાર થતા રવજીભાઈ નવલાભાઇ નાયક દ્વારા ઘરમાં પડેલી કુહાડી વડે લલીતાબેન ના ગળાના ભાગમાં મારતા લલીતાબેન નો ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે આ ઘટના જોઈ રયજીભાઈ ફરાર થઈ ગયા હતા. ઘરના ધાબામાં સુતા લલિતાબેન ના ભાણા કિરણ નીચે પાણી પીવા આવતા સમગ્ર ઘટના જોતા આજુબાજુના લોકોને ભેગા કર્યા હતા. આ મામલે શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી. પોલીસે ઘટનાની જાણ થતા બનાવ સ્થળે પહોચીને પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ હત્યા મામલે પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી હતી.