મેઘરજ નગરમાં દિન-પ્રતિદીન કુતરાઓનો આંતક વધી રહ્યો છે.શહેરના રહેણાંક સોસાયટીઓ અને ગલી-મહોલ્લાઓમાં જ્યાં જુઓ ત્યાં કુતરા અડિંગા જોવા મળે છે.મેઘરજમાં રખડતા ઢોરો બાદ હવે કુતરાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મેઘરજ સ્ટેટ બેંક વિસ્તારમાં રખડતા શ્વાનને હડકવા ઉપડતા 6 લોકોને બચકાં ભરાતા સમગ્ર વિસ્તારમાં લોકો ફફડી ઉઠ્યા હતા હડકાયા શ્વાનના હુમલાનો ભોગ બનેલા લોકોએ મેઘરજ સરકારી દવાખાને સારવાર લેવી પડી હતી હડકાયા શ્વાનના ખોફથી બાળકો સ્કૂલમાં જતા ડર અનુભવી રહ્યા હોવાથી ગ્રામ પંચાયત દ્વારા હડકાયા શ્વાનને પાંજરે પુરવામાં આવેની સ્થાનિકોમાં માંગ પ્રબળ બની છે
મેઘરજના સ્ટેટ બેંક વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવતાં ગણતરીના કલાકોમાં છ થી વધુ લોકોને કરડતા લોકોમાં નાસભાગ મચી હતી શ્વાન હડકાયો થતા અને નગરના રોડ પર રખડતા કુતરાઓના આતંકથી બાળકો સ્કૂલમાં જતા પણ ડર અનુભવી રહ્યા છે મેઘરજ નગરમાં કુતરાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે .શહેર જાણે શ્વાન નગર બની રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.મેઘરજમાં દિવસે ને દિવસે કુતરાનો આંતક વધતા શહેરમાં વૃધ્ધો અને બાળકોને બહાર નિકળવામાં પણ બીક લાગી રહી છે.મેઘરજ ગ્રામ પંચાયત રખડતા કુતરા પકડાવી ટીમ દ્વારા કુતરાઓને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવેની માંગ પ્રબળ બની છે