અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ટોરડા પરમ પુજય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભુમિ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરડાધામને આંગણે શ્રી ગોપાળ લાલજી હરિકૃષ્ણ મહારાજ , પરમ પુજય સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના સાંનિધ્યમાં ટોરડા મંદિરના મહંત સ્વામી કૃષ્ણપ્રસાદદાસજી , સર્વે મંડળ , ટોરડા સહિત આજુ-બાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો , નોકરીયાત વર્ગ તેમજ સંતો – મહંતો અને હરિ ભક્તોની હાજરીમાં વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ અષાઢી તોલાઈ હતી.અષાઢીનો વર્તારો સાંભળવા માટે ખેડૂતો અને પ્રજાજનો તત્પર રહેતા હોય છે.એકંદરે વર્ષ સારૂ રહેશે, પાછોતરો વરસાદ સારો રહેશે, મનુષ્ય અને પશુઓમાં રોગચાળો વકરવાની સંભાવના વ્યક્ત થઈ હતી.
ટોરડા ગામના હરિ ભકત અરૂણભાઈ ડી. રાવલના જણાવ્યા મુજબ ટોરડા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મનહરભાઈ બી.પટેલ, ભોગીલાલ એલ.પટેલ, અશ્વિનકુમાર સી.સોની, નારાયણભાઈ પી.પટેલ, પ્રવિણભાઈ આર.નાયી સહીત સંતો – મહંતો , હરિ ભક્તોની ઉપસ્થિતીમાં શ્રધ્ધાભેર ઐતિહાસિક વર્ષો જુની પરંપરા મુજબ અષાઢી પુર્ણીમાની રાત્રે ૧૧ પ્રકાર ના ધાન્ય પાકો ને ૫ ~ ૫ ગ્રામ સોનીના કાંટે તોલીને ભગવાનના પવિત્ર વસ્ત્રોમાં બાંધીને એક માટલીની અંદર મુકીને માટલી ને ઉપર થી માતાજીની સાડી થી મોઢું બાંધી દેવામાં આવે છે તે પછી તેને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સમક્ષ મુકવાવામાં આવે છે.બીજા દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ ફરીથી તે ધાન્યો નો તોલ કરવામાં આવે છે જે ધાન્યની વધઘટ થઈ હોય તેને બાજરીના કણ થી વધઘટ કરવામાં આવે છે.જે પાક વધારે પાકવાનો હોય તે પાક વધે છે અને જે પાક ઓછો પાકવાનો હોય તે પાક ધટે છે.
અષાઢીના તોલ નો વર્તારો નીચે મુજબ છે.
ધઉં :- બાજરીના ૧૩ કણ વધારે
મકાઈ :- બાજરીના ૯ કણ વધારે
ડાંગર :- બાજરીના ૯ કણ વધારે
કપાસ :- બાજરીના ૬ કણ વધારે
બાજરી :- બાજરીના ૬ કણ ઓછા
ચણા :- બાજરીના ૭ કણ વધારે
મગ :- બાજરીના ૪ કણ વધારે
અડદ :- બરાબર
રસકસ :- બાજરીના ૪ કણ ઓછા
કાળી માટી :- બાજરીના ૨ કણ વધારે
લાલ માટી :- બરાબર