ચોમાસાની ઋતુમાં સર્પદંશની ઘટનાઓમાં નોંધપાત્ર વઘારો થતો હોય છે સર્પદંશની ઘટનામાં સમયસર સારવારના અભાવે તેમજ અંધશ્રદ્ધામાં અનેક લોકો મોતને ભેટે છે ત્યારે મોડાસા તાલુકાના માથાસુલીયા ગામમાં સર્પદંશનો ભોગ બનેલ 8 વર્ષીય બાળક માટે મોડાસા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દેવદૂત સાબિત થતા બાળકનો જીવ બચી ગયો હતો ત્રણ બહેનોનો એકનો એક ભાઈ અને પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકનો આબાદ બચાવ થતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો
મોડાસા તાલુકાના માથાસુલીયા ગામમાં રહેતા રાહુલ મગનભાઈ ડોડીયા નામના 8 વર્ષીય બાળકને સાંજના સુમારે જમણા હાથે સાપે ડંખ માર્યો હતો બાળક સહીત પરિવારજનો ઉંદર કરડી ગયો હોવાનું સમજી ગંભીરતા ન લેતા રાત્રે 8 વાગ્યાના સુમારે બેભાન થઇ ઘરમાં ઢળી પડતા અને મોઢામાંથી ફીણ નીકળતા પરિવારજનો ગભરાઈ ઉઠ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરતા મોડાસાના ઇએમટી પ્રમોદભાઈ તથા પાયલોટ મહેન્દ્રસિંહ ગણતરીની મિનિટ્સમાં માથાસુલીયા પહોંચી ગયા હતા અને બાળકને બેભાન અવસ્થામાં હોવાથી ઓક્સિજન આપી તબીબ ની મદદથી સ્થળ પર ઇમરજન્સી સારવાર કરી બાળકને તાબડતોડ સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડતા સ્થિતિ ગંભીર બનતા સીપીઆર આપી બાળકને વેન્ટિલેટર પર મૂકી ઝેર શરીરમાં પ્રસરી જતા 20 જેટલા એ.એસ.વી ઇન્જેક્શન તેમજ તબીબીઓ સઘન સારવાર આપી બચાવી લીધો હતો બાળકની જિંદગી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમ અને સાર્વજનિક હોસ્પિટલના તબીબોનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો