ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા પાલ્લા શ્રી આર.એચ.પટેલ વિદ્યાલયમાં ગૌરીવ્રત નિમિત્તે કુંવારી બાળાઓને ફ્રુટસ અને ડ્રાયફ્રુટસ નું વિતરણ કર્યું
ભિલોડા,તા.૦૫
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના પાલ્લા ગામની શ્રી પાલ્લા યુવક મંડળ ધ્વારા સંચાલિત શ્રી આર.એચ.પટેલ વિદ્યાલયના સેવાભાવી શિક્ષક અને ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન, કારોબારી સભ્ય સાગરકુમાર શૈલેષભાઈ જોષી પરીવાર ધ્વારા ગૌરીવ્રત નિમિત્તે કુંવારી બાળાઓને સ્ટીલ ની ડીસ,
ફ્રુટસ અને ડ્રાયફ્રુટસ નું વિતરણ કરાયું હતું.કુંવારી બાળાઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.
શ્રી પાલ્લા યુવક મંડળ મંત્રી ભાનુપ્રસાદ જી.જોષી,સહમંત્રી શંકરભાઈ એમ.પટેલ,
ઈન.આચાર્ય વસંતભાઈ એમ.ગોસ્વામી, સહ ઈન.આચાર્ય સુરેશભાઈ ડી.પ્રજાપતી સહિત સ્ટાફ પરીવારે ઉત્સાહી અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા પાલ્લા ગામના શિક્ષક સાગરકુમાર એસ.જોષીને બિરદાવ્યા હતા.