છેલ્લા ઘણાં સમયથી કૂવામાં પશુઓ પડી જવાની ઘટનાઓ ઘટી રહી છે ત્યારે આવા પશુઓને બહાર કાઢવાની કામગીરી મોડાસા ફાયર વિભાગ તેમજ કેટલીક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હતી. ખુલ્લા કૂવામાં શ્વાન, ગાય – ભેંસ સહિતના પાલતુ પશુઓ પડી જવાની ઘટનાઓ ઘટી હતી
આવી જ એક ઘટના મોડાસા તાલુકાના સાકરિયા પંથકમાં બની હતી. તારીખ 05/07/2023 ને બુધવારે સવાર ના 10 વાગ્યા ના સુમારે સાકરીયા ગામે રમેશભાઈ કુબેરભાઈ મેસરિયાના ખેતર ના કૂવા માં છેલ્લા બે દિવસ થી રાષ્ટ્રીય પક્ષી મોર પડી ગયેલ હતો. કૂવામાં મોર પડી જવાની જાણ મળતા દયા ફાઉન્ડેશન ના જાણીતા વોલેન્ટિયર કુણાલ પંડ્યા તથા તેમની સાથે ટીમ ના બે સભ્યો પટેલ દીપાંશું તથા રોહિત ભગેલની સાથે વન વિભાગના કર્મચારી વાય.એ.રાવત તથા એ.બી.ચૌધરી અને એ.એમ.ચૌહાણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ ટીમ દ્વારા બે કલાક ની જહેમત બાદ મોર ને એકદમ સલામતી પૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. મોરને કૂવામાંથી બહાર કાઢ્યા બાદ 1962 કરુણા એમ્બ્યુલન્સ ને ને બોલાવી મોર ની તપાસ કરાવી ને એકદમ તંદુરસ્ત જણાતાં પછી તેને તેના કુદરતી આવાસ માં છોડી દેવા માં આવ્યો હતો.