યુવાનના પિતાએ સાઠંબા પોલીસ મથકે ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ કરી હતી
Advertisement
બાયડ તાલુકાના ગાબટ ગામનો યુવાન બાલાસિનોર કામ અર્થે ગયો હતો ત્યાંથી પરત નહીં ફરતા પિતાએ સાઠંબા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી . જે ગુમશુદા યુવાન સંજયસિંહની લાશ શુક્રવાર સાંજે થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી કેનાલમાંથી મળી આવ્યાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે..
મરનાર યુવાન સંજયસિંહના મોત અંગે કારણ જાણવા મળ્યું નથી. મરનારની લાશનો કબજો મેળવી સેવાલિયા પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
બાયડ તાલુકાના ગાબટ ગામનો મરનાર યુવાન ઝાલા સંજયસિંહ પુનમસિહ કામ અર્થે બાઈક લઈને બાલાસિનોર ગયો હતો જે સાંજ સુધી પરત ન ફરતા પરિવારજનોએ યુવાનના પિતાને જાણ કરી હતી. યુવાન સંજયસિંહના પિતા પુનમભાઈ કોદરભાઈ ખાંટે સગા સંબંધીને લઈને બાલાસિનોર સુધી શોધખોળ કરી હતી. યુવાનનો મોબાઇલ પણ બંઘ આવતો હતો.
જેથી યુવાનના પિતાએ સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સાઠંબા પોલીસે યુવાનના પિતાની પુત્રના ગુમ થયા અંગેની જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી.
ગુમશુદા યુવાન સંજયસિંહની બે દિવસ બાદ શુક્રવાર સાંજે થર્મલ પાવર સ્ટેશન નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી મળી આવતાં અનેક પ્રકારના તર્ક વિતર્કો સર્જાયા છે.