માલપુર દાતા-ટીમ્બા પ્રાથમિક શાળાના ત્રણ વર્ષ અગાઉ જર્જરિત ઓરડા તોડી નાખ્યા પછી નવીન ઓરડાનું નિર્માણ ન થતા 60 બાળકોના અભ્યાસ પર માઠી અસર
Advertisementદાતા-ટીમ્બા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ વરસતા વરસાદમાં અભ્યાસ કરવા મજબુર બનતા એક જાગૃત યુવકે તેનું રહેઠાણ ફાળવ્યું
Advertisement
સરકારે શિક્ષણ ને લઈ એક સુંદર સૂત્ર બનાવ્યું છે સરકાર નું આ સૂત્ર છે “સૌ ભણે સૌ આગળ વધે” આ સૂત્ર તમને ગુજરાત ની તમામ સરકારી શાળા ના ગેટ બહાર જોવા મળશે પરંતુ અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના દાતા-ટીમ્બા પ્રાથમિક શાળા ની હાલત જોઈ ને સરકાર ના આ સૂત્રો પોકળ સાબિત થઇ રહ્યા છે દાતા-ટીમ્બા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા તોડી પડાયાના ત્રણ વર્ષ પછી પણ ઓરડાનું નિર્માણ ન થતા ધો.1 થી ધો.5 માં અભ્યાસ કરતા 60 જેટલા વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં સાથે બેસી ભણવા મજબુર બન્યા છે ગામના જાગૃત નાગરિક આ અંગે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં નહીં ભરાતા ગામલોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લામાં આવેલ માલપુર તાલુકાની દાતા ટીમ્બા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી ધો.5માં 60 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે શાળાના જર્જરિત ઓરડા તોડી નાખ્યા બાદ નવીન ઓરડાનું કામ ખોરંભ ચઢતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ભારે અસર પડી રહી છે
દાતા-ટીમ્બા ગામના જાગૃત નાગરિકના જણાવ્યા અનુસાર શાળાના જુના ઓરડાઓ પાડી નાંખે ત્રણ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો છે અને શાળામાં હાલ માત્ર એકજ વર્ગ ખંડ છે જેના કારણે ચોમાસની ઋતુમાં વિધાર્થીઓ ને ક્યાં બેસી અભ્યાસ કરાવો તે પ્રશ્ન ઉભો છે, આ બાબતે પહેલા પણ તાલુકા TPO તેમજ TKN સહીત અનેક લોકો એ શાળાની મુલાકાત લઇ ચુક્યા છે પરંતુ આ બાબતે હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અને આજે પણ શાળાની દયનીય હાલત જોવા મળી રહી ત્યારે સવાલ એજ છે કે કે શાળાના હજુ વર્ગ ખંડો બનતા નથી ત્યારે હાલ તો શાળાના વિધાર્થીઓ રહેઠાણ મકાનમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે ધોરણ 1 થી 3 શાળાના એક વર્ગ ખંડમાં બેસી અભ્યાસ કરવા મજબુર છે અને શાળામાં હાલ 60 જેટલા વિધાર્થીઓ અભ્યાંસ કરી રહ્યાં છે
ચોમાસુ આવ્યું છતાં હજુ શાળામાં વિધાર્થીઓ વર્ગ ખંડ થી વંચિત છે અને ભીનામાં ક્યાં બેસવું એ પણ સવાલ છે ત્યારે આ બાબતે શાળાના ઓરડાઓ કેમ નથી બનતા એ સવાલ ઉભો છે હાલત વિધાર્થીઓને ભણવું છે પણ વર્ગ ખંડ નથી તો પછી ક્યાંથી ભણશે વિધાર્થીઓ ત્યારે આ બાબતે તંત્ર ઝડપથી વર્ગ ખંડ બનાવે તેવી માંગ સેવાઈ રહી છે