અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અને મહેસાણા ખાતે અભ્યાસ કરતી ધો.10ની વિદ્યાર્થીની વતનમાં ઘરે આવતા રાજસ્થાનથી સગીરાના ગામમાં મહેમાન ગતિએ આવતા 24 વર્ષીય યુવકે લલચાવી ફોસલાવી હિંમતનગર અને મહેસાણા ખાતે દુષ્કર્મ આચરતા સગીરાના પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો પોલીસે આરોપી સામે સજ્જડ પુરાવા ઉભા કરતા દુષ્કર્મનો કેસ જીલ્લાની પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને સ્પે.પોકસો કોર્ટ 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો. સરકારી વકીલ તરીકે ડી.એસ.પટેલની ધારદાર દલીલો ને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીના વિરુદ્ધમાં આ ચકચારી કેસમાં ચુકાદો આપ્યો હતો
રાજસ્થાનના બિછિવાડા તાલુકાના સલીયાત ગામનો વિજય દેવજી મનાત ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેની બહેનના ઘરે આવતો હોવાથી ધો.10ની વિદ્યાર્થીને પ્રેમમાં ફસાવી હતી સગીરા ખેતરમાં નીકળી હતી ત્યારે લલચાવી ફોસલાવી હિંમતનગર અને મહેસાણા લઇ જઈ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સગીરાના પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને દુષ્કર્મ અંગે ગુન્હો નોંધાવતા ભિલોડા પીઆઇ મનીષ વસાવાએ આરોપીને દબોચી લઇ ભોગ બનનારનો જવાબ લઈ તેની મેડિકલ તપાસણી કરાવી આ કામે સાક્ષીઓનો પૂરતો પુરાવો, મેડિકલ એવીડન્સ તથા સાયન્ટીફીક એવીડન્સ મેળવી સ્પે. પોકસો કોર્ટ, અરવલ્લીમાં ચાર્જશીટ રજૂ કરી સજ્જડ પુરાવા ઉભા કર્યા હતા
આ કેસ અરવલ્લી એડિશનલ ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ જજ (સ્પે.પોકસો જજ) એચ.એન.વકીલની કોર્ટમાં ચાલતા આરોપી વિરૂદ્ધ રજૂ થયેલ મૌખિક-લેખિત પુરાવા તથા મેડિકલ- સાયન્ટીફીક એવીડન્સ તથા ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ દિનેશ પટેલે આરોપીને સમાજમાં દાખલો બેસે એવી સખતમાં સજા કરવાની દલીલ કરી હતી. જેને ધ્યાને લઇ કોર્ટે પોકસોની વિવિધ કલમોમાં આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની કેદ અને 6 હજાર દંડ ફટકાર્યો હતો ભોગ બનનાર પીડિતાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ કર્યો હતો