આરોગ્ય કેન્દ્રનું જ `આરોગ્ય’ ખરાબ…!!
જ્યાં જનની આપે છે જન્મ ત્યાં માથે મંડરાય છે મોત..!! ખંડેર હાલતમાં ચાલે છે ટીંટોઈ આરોગ્ય કેન્દ્રAdvertisement
માણસ બીમાર થાય તો….દોડીને દવાખાને કે, હોસ્પિટલ પહોંચે છે પરંતુ જ્યાં બીમારીની સારવાર થવી જોઈએ.ત્યાં ગમે ત્યારે મોત આવી શકે તેવી સ્થિતિ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળી રહી છે ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત બનતા તબીબે ટીંટોઈ ગ્રામ પંચાયતને પત્ર લખી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે મકાનની વ્યવસ્થા કરવા માંગ કરી છે અને જીલ્લા અને તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા પણ આરોગ્ય કેન્દ્રની જર્જરિત હાલતના પગલે અન્ય સ્થળે ખસેડવા તાકીદ કરી છે ટીંટોઈ પીએચસીમાં ફરજ બજાવતા કર્મીઓ જીવના જોખમે દર્દીઓને સારવાર આપી રહ્યા છે
જ્યાં જનની આ દુનિયામાં એક નવા ફૂલને જન્મ આપે છે.ત્યાં માથે મોત મંડરાતું હોય તો તેનાથી વિશેષ વિકાસ શું હોઈ શકે? ગુજરાત સરકાર આરોગ્યલક્ષી સેવાઓ સુદ્રઢ હોવાના દાવા કરી રહી છે ત્યારે મોડાસા તાલુકાના વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગામ ધરાવતા ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ જર્જરિત બનતા છત પરથી પોપડા વખુટી પડતા આરોગ્ય કર્મીઓ અને સારવાર કરાવવા આવતા દર્દીઓના માથે મોત ગમે તે ઘડીએ ટપકી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે ટીંટોઈ પીએચસીનું બિલ્ડીંગ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીની કરણ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ મોટા પ્રમાણમાં સારવાર કરાવવા આવે છે તદુપરાંત સગર્ભા મહિલાઓ પણ રસીકરણ સહીત અન્ય સરકારી લાભ મેળવવા ટીંટોઈ પીએચસીમાં જવું પડતું હોવાની સાથે ડીલેવરી પણ કરાવવામાં આવે છે ટીંટોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જર્જરિત હાલતના પગલે સારવાર કરાવવા આવતા દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર કરાવવા મજબુર બની રહ્યા છે