અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપર્યા છતાં પણ ચોમાસાની ઋતુમાં ઠેર ઠેર પાણી ભરવાની ઘટનાઓ બની રહી છે શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ યોજનમાં ખોદેલા ખાડાઓમાં ભુવા પાડવાની ઘટનાઓ સતત બની રહી છે મોડાસા શહેરની ગુરુકુલ સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નંખાયેલ ગટર લાઈનનું યોગ્ય રીતે કામકાજ કરવામાં ન આવતા સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ રહેતા સોસાયટીના માર્ગો પર કાદવ- કીચડ થવાની સાથે પાણી ભરાઈ રહેતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે સોસાયટીના જાગૃત યુવકે સોશ્યલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કર્યો હતો
મોડાસા સ્વામિનારાયણ મંદિર સામે આવેલી ગુરુકુલ સોસાયટીમાં નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવી છે પરંતુ લેવલ નહીં જળવાતા વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ રહેતા સોસાયટીના રહીશો તોબા પોકારી ઉઠ્યા છે ગટર નિર્માણ પછી રોડ રસ્તા ન બનતા કાદવ-કીચડના થર જામી જતા રોડ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીમાં પાણી ભરાઈ રહેતા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભય રહીશોના માથે મંડરાઈ રહ્યો છે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે જાગૃત યુવકે ગુરુકુળ સોસાયટીમાં નિર્મિત ગટરલાઇનમાં હલકી કક્ષાની પાઈપલાઈન નાખી ભ્રષ્ટાચાર આચારવમાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો