asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

કન્જેક્ટિવાઈટીઝના ડ્રોપ ક્યારે આવશે ? અરવલ્લી જિલ્લામાં નારી વંદના કાર્યક્રમ વચ્ચે નારી ‘નારાજ’, મોડાસા PHC પર ધરમના ધક્કા…!!


કન્જેક્ટિવાઇટીઝની સારવાર માટે પહોંચતા દર્દીઓ સામે તબીબો પણ લાચાર દર્દીઓને આઈડ્રોપ વગર સારવાર કઈ રીતે આપવી
રાજ્ય સરકારના કન્જેક્ટિવાઇટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાના દાવા કાગ ના વાઘ સાબિત થઇ રહ્યા છે
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ મોંઘાદાટ આઈડ્રોપ ખરીદવા મજબુર
જીલ્લા આરોગ્યતંત્ર આંખના કન્જેક્ટિવાઇટિસ રોગ માટે સજ્જ હોવાના દાવા પોકળ, સ્ટાફ પણ બજારમાંથી ટીપાં ખરીદવા મજબુર

Advertisement

મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં આંખ આવવી એટલે કે કન્જક્ટિવાઇટિસ બીમારી વકરી છે.સરકારી દવાખાના સહીત ખાનગી દવાખાનામાં રોજના 200 થી વધુ દર્દીઓ આંખ આવવાની બીમારીથી પીડાઈ રહ્યા છે જીલ્લામાં ઝડપથી ફેલાઈ રહેલા કન્જેક્ટિવાઇટિસ ચેપને કારણે દર્દીઓની સંખામાં વધારો થઈ રહ્યો છે. ગરીબ અને જરૂરિયાત મંદ લોકો માટે કન્જેક્ટિવાઇટિસ રોગ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે મોડાસા અર્બન સેન્ટરમાં કન્જેક્ટિવાઇટિસના દર્દીઓ સારવાર માટે ઉમટી રહ્યા છે ત્યારે સરકારી દવાખાનામાં આઈડ્રોપનો જથ્થો ઉપલબદ્ધ ન હોવાથી વિલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે બજારમાંથી 100 થી 150 રૂપિયા ખર્ચી ગરીબ દર્દીઓ આઈડ્રોપ લેવા મજબુર બન્યા છે.

Advertisement

Advertisement

મોડાસા અર્બન સેન્ટર સહીત અરવલ્લી જીલ્લાના અનેક સરકારી દવાખાનામાં આઈડ્રોપનો જથ્થો ખૂટી જતા ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓમાં ભારે રોષ ફેલાયો છે કન્જેક્ટિવાઇટિસ ચેપની સારવાર માટે જરૂરી એન્ટિબાયોટિક્સ આઇડ્રોપ સરકારી દવાખાનામાં ખૂટી ગયા છે. ત્યારે બજારમાં આ ડ્રોપ માટે દર્દીઓએ રૂ. 100થી રૂ. 150 ખર્ચ કરી મેળવવા પડી રહ્યા હોવાથી લાલ આંખે રડી રહ્યા છે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો અને આરોગ્ય કર્મીઓ પણ કન્જેક્ટિવાઇટિસમાં સપડાતા બજારમાંથી ટીપા ખરીદી કરવા મજબુર બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement

કન્જક્ટિવાઇટિસનું પ્રમાણ વધતાં જ રાજ્ય સરકારે એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં સરકારે જણાવ્યું છે કે, કન્જક્ટિવાઇટિસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કન્જક્ટિવાઇટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાની વાતો કરવામાં આવી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!