asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

EXCLUSIVE : અરવલ્લી SP શૈફાલી બરવાલે જીલ્લામાં ત્રણ દિવસ પ્રોહિબિશન ડ્રાઇવનો આદેશ અપ્યો, બુટલેગરોમાં ફફડાટ


જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ બુટલેગરો સાથે ભાઈબંધી અને દારૂની હેરાફેરીમાં સંડોવણીમાં સસપેન્ડ થઇ ચુક્યા છે

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બરવાલે ચાર્જ સંભળાતાની સાથે મીડિયા સામે બોર્ડર જીલ્લો હોવાથી દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ પર બ્રેક લગાવવા અંગે સૂચક નિવેદન આપ્યું હતું ત્યારે SP શૈફાલી બરવાલે જીલ્લા પોલીસતંત્રને બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ કરી ત્રિ-દિવસીય પ્રોહિબિશન ડ્રાઇવ યોજાવમાં આવતા જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી માટે દોડા-દોડી શરૂ કરી છે જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે તત્કાલીન SP સંજય ખરાતે ત્રણ વર્ષ દરમિયાન પ્રોહોબીશનની કામગીરીની અમલવારી જીલ્લા પોલીસતંત્ર પાસે કરાવવામાં મહદંશે સફળ રહ્યા હતા.

Advertisement

Mera Gujarat ના સમાચારોની કોપી કરવી નહીં, સ્ટ્રીક્લી પ્રોહિબેટેડ

Advertisement

અરવલ્લી જીલ્લા SP શૈફાલી બરવાલે પોલીસતંત્રને જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનો મારફતે થતી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા અને જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના વેપલાને અટકાવવા માટે પ્રોહિબિશન ડ્રાઇવના આદેશ આપતા બુટલેગરો માં ફફડાટ ફેલયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે જીલ્લા પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મીઓ દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેંચાણ કરતા બુટલેગરોને ઝડપી પાડવા શખ્ત કામગીરી હાથધરી છે. દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા અંગત બુટલેગરો ને તેમના વિસ્તારના આકાઓએ હમણાં અડ્ડા બંધ કરવાની તાકીદ કરી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે બુટલેગરો પણ તેલ જુઓ તેલની ધાર જુઓની કહેવત આપનાવે તેવું લાગી રહ્યું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!