ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં તબીબી અધકારી વર્ગ-2 માં ફરજ બજાવતા 144 તબીબોની સામુહિક બદલી કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા એપેડેમિક મેડિકલ ઓફિસર અને ક્વોલેટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ની બદલી જાહેરહિતમાં બનાસકાંઠા જીલ્લાની થરાદ સરકારી હોસ્પિટલમાં બદલી કરવામાં આવતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે તબીબ દંપતિની બદલી પાછળ રાજકીય પરિબળો મહત્ત્વનો રોલ ભજવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગમાં તબીબી અધિકારી તરીકે ફરજ બજાવતા દંપતિની એક સાથે રાજ્ય આરોગ્ય વિભાગે કરી દીધી છે જેમાં એપેડેમિક મેડિકલ ઓફિસર ર્ડો.જીજ્ઞા.ડી.જયસ્વાલ અને ક્વોલેટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ર્ડો.કૌશલ પટેલની બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં આવેલી સિવિલ હોસ્પિટલ માં બદલી કરવામાં આવી હતી તબીબ અધિકારી દંપતીની બદલીના પગલે જીલ્લા આરોગ્ય વિભાગમાં હડકંપ મચ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી જયારે ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી તરીકે કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ર્ડો.વિમલ ખરાડી, બાયડ તાલુકા આરોગ્ય અધિકારી તરીકે સામુહિક આરોગ્ય કેન્દ્ર આમોદરામાં ફરજ બજાવતા ર્ડો.અવધેશ પ્રસાદ રઘુબીર અને ધનસુરા આરોગ્ય અધિકારી તરીકે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ર્ડો.એન.બી. ભૂરાવાલાની કાયમી નિમણુંક કરવામાં આવી છે જીલ્લામાં ફરજ બજાવતા અન્ય બે ત્રણ તબીબોની પણ સ્વ ખર્ચે બદલી કરવામાં આવી છે