હાલ સમગ્ર રાજ્યમાં અધિકારીઓની બુલબુલા હોય તેવું લાગી રહ્યું છે હવે તો ધાર્મિક સ્થળો પર અધિકારીઓ ભાન ભૂલતા હોય તેવું જોવા મળ્યું અરવલ્લી જિલ્લામાં 74 માં વન મહોત્સવ ની ઉજવણી સાથે વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવ ની ઉજવણી સમયે અરવલ્લી જિલ્લા ઇન્ચાર્જ એસીએફ અને મોડાસા આરએફઓ ભાન ભૂલ્યા અને સ્વામિનારાયણ મંદિરના કાર્યક્રમો હોલમાં બુટ પહેરીને પહોંચી ગયા હતા, જેને લઇને ધાર્મિક લાગણી પણ દુભાઈ છે.
વાત એમ છે કે પાંચ ઓગસ્ટના રોજ મોડાસામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જિલ્લા સાંસદ હોય કે જિલ્લા અધિક કલેકટર એટલું જ નહીં જિલ્લા પોલીસવાળા પણ શૂઝ બહાર કાઢીને મંદિરના હોલમાં પહોંચ્યા હતા પણ આના કરતાં પણ ચડિયાતી એવા અરવલ્લી જિલ્લાના ઇન્ચાર્જ એસીએફ અને આરએફઓ બુટ પહેરીને મંદિરના હોલમાં પહોંચતા અનેક સર્જાતા અને ધાર્મિક લાગણી પણ દુબઈ હતી આ બંને અધિકારીઓ આવા કાર્યક્રમમાં ભાન ભૂલી જઈને સ્ટેજ ઉપર સન્માન કરવા માટે પણ બુટ પહેરીને જ પહોંચ્યા હતા આ સવાલ જિલ્લા સાંસદને કરતા જ તેમને જણાવ્યું કે, અધિકારીઓએ ધ્યાન રાખવું જોઈએ એટલુ જ નહીં પ્રોટોકોલનો પણઅભાવ હોવાનું તેમણે જણાવ્યું હતું..
ગાંધીનગરથી અધિક અગ્ર વન સંરક્ષક જી. રમણમૂર્તિને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, આવું ન થવું જોઈએ અને આ બાબતે ધ્યાન દોરવામાં આવશે. સવાલ એ છે કે, તમે ઘરમાં બૂટ પહેરીને પ્રવેશતા નથી તો આ તો ધાર્મિક સ્થળ છે, તમે આવું કેમ કરી શકો છો…?