અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બરવાલે ચાર્જ સંભાળતા જ જિલ્લા પોલીસ પોલીસતંત્રને બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરવાનો આદેશ કરી ત્રણ દિવસની પ્રોહીબિશન ડ્રાઇવ યોજવામાં આવતા બુટલેગરોમાં ફફડાડ ફેલાયો છે.
અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યુવાનો વિદેશી દારૂની હેરાફેરી અને કટિંગ કરી નાના-મોટા વિસ્તારના બુટલેગરોને દારૂનો જથ્થો વાહનો મારફતે પૂરો પાડી રહ્યા છે.ટીંટોઇ પોલીસે જાલીયા ગામ નજીક ફિલ્મીઢબે પીછો કરી દારૂ ભરેલી કારની ખેપ નિષ્ફળ બનાવી 92 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટીંટોઇ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમે ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા કમર કસી છે.ટીંટોઇ પોલીસ અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથધરતાં ટીંટોઇ પોલીસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂ ભરી ટીંટોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરતા બાતમી આધારિત સ્વીફ્ટ કાર ચાલકે રિવર્સ કરી પરત હંકારી મુકતા પોલીસે પીછો કરતા કાર ચાલક એકદમ બ્રેક મારી ઝાડ સાથે અથડાવી ખેતરમાં થઈ ફરાર થઇ જતા પોલીસે સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-૧૩ કુલ બોટલ તથા ક્વાર્ટર નંગ-૫૮૮ કિંમત રૂ.૯૨,૪૦૦/- ના જથ્થા સાથે સ્વીફ્ટ ગાડી નંબર જી.જે.૦૭ ડી.સી.૯૦૦૫ ની કિંમત રૂ.3 લાખ /- મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૩,૯૨,૪૦૦/- જપ્ત કરી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર કાર ચાલક સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.