Mera Gujarat ની નમ્ર અપીલ સાપ કે અન્ય ઝેરી જનાવર કરડેતો અંધશ્રદ્ધામાં રહેવાને બદલે તાત્કાલિક દવાખાને સારવાર અપાવો
Advertisement
ટેકનોલોજીના યુગમાં પણ હજી અંધશ્રદ્ધા મજબુત રીતે જીવી રહી છે. આજે પણ ગામડાઓના અમૂક લોકો અમૂક બિમારી કે મુશ્કેલીઓમાં ભૂવાઓનો સહારો લે છે.સાપ કરડતા લોકો ઝેર ઉતરાવવા દવાખાને સારવાર લેવાના બદલે ભુવા પાસે પહોંચી રહ્યા છે અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગણેશ ખાંટના મુવાડા ગામની મહિલાને સાપે
ડંખ મારતા પરિવારજનો મહિલાને હોસ્પિટલના બદલે ભુવા પાસે લઇ જતા ભુવાએ વિધિ કરી ઝેર ઉતાર્યું હોવાનું જણાવતા અંધશ્રદ્ધાથી પીડાતો પરિવાર મહિલાને ઘરે લઇ પહોંચ્યા બાદ ઝેરની અસરથી મહિલાનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, માલપુર તાલુકાના ગણેશ ખાંટના મુવાડા ગામની 23 વર્ષીય શીતલબેન જયેશભાઇ ખાંટ નામની મહિલાને સવારે ઝેરી સાપ કરડતા મહિલા દર્દથી કણસી ઉઠી હતી મહિલાને સાપે ડંખ મારતા પરિવારજનો સાપનું ઝેર ઉતારવા ભુવા પાસે લઇ જતા ભૂવાને અંધશ્રદ્ધા રૂપી વિધિ શરૂ કરી દીધી હતી. કંકુ-પીંછી ફેરવ્યા અને બીજુ વિધિ મુજબનું કામ કરીને મહિલા અને તેના પરિવારજનોને ઘરે મોકલી દીધો હતો.મહિલાને સારું થઇ ગયુ એવી શ્રદ્ધા સાથે મહિલા અને તેનો પરિવાર ઘરે આવી ગયો પણ ઘરે આવ્યા બાદ તે ઘરમાં ઢળી પડતા ઝેરની અસરથી મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું