અરવલ્લી જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓ મનમાની કરતા હોવાનું જગજાહેર છે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદને પણ 74માં વન મહોત્સવની ઉજવણીમાં વનવિભાગના અધિકારીઓનો અણઆવડત અને મનમાની ચલાવી રહ્યા હોવાનો અહેસાસ થયો હોય તેમ કાર્યક્રમમાં પ્રોટોકોલના ભંગ થયો હોવાનો મીઠો આક્રોશ વ્યક્ત કર્યો હતો
અરવલ્લી જીલ્લામાં 74માં વનમહોત્સવની ઉજવણી મોડાસા શહેરના બાયપાસ રોડ પર આવેલા BAPS મંદિરના સભાખંડમાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ સહીત અન્ય ચૂંટાયેલ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વનવિભાગ તંત્રએ કાર્યક્રમને વનવિભાગના અધિકારીએ સ્વાગત પ્રવચન કર્યા બાદ સાંસદની ઉપસ્થિતીના પ્રોટોકોલનો ભંગ કરી વનવિભાગના અધિકારીઓએ તેમની અણઆવડત છતી કરતા ગાંધીનગરથી આવેલ અધીક અગ્ર મુખ્યં વનરક્ષક શ્રી જી રમણમૂર્તિને કાર્યક્રમના ઉદ્દબોધન માટે આમંત્રિત કરતા સાંસદ દીપસિંહ રાઠોડ ચોંકી ઉઠ્યા હતા અને પ્રોટોકોલ નો ભંગ થતા નારાજ થયા હતા અને ત્યાર બાદ તેમને ઉદબોધન માટે આમંત્રિત કરતા ગણતરીની મિનીટ્સમાં સંબોધન પૂર્ણ કરી સ્ટેજ પર ઉપસ્થિત અધિક અગ્ર મુખ્ય સંરક્ષક શ્રી જી રમણમૂર્તિને પ્રોટોકોલ અંગે ઠપકો આપ્યો હતો અને રાજ્યમાં મુખ્યમંત્રી પછી પદાધિકારી તરીકે બીજા નંબર પર હું આવું છું કહીં ધ્યાન રાખવા જણાવ્યું હતું