28 C
Ahmedabad
Wednesday, May 15, 2024

અરવલ્લી: નંબર પ્લેટ બદલી બ્રેઝા કારમાં 1.85 લાખનો વિદેશી દારૂ ઘુસાડવાનો બુટલેગરોનો કીમિયો શામળાજી પોલીસે નિષ્ફ્ળ બનાવ્યો


જીલ્લા SP શૈફાલી બારવાલે પોલીસતંત્રને પ્રોહિબિશનની કામગીરી અંગે શખ્ત કાર્યવાહીનો આદેશ

Advertisement

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદ પરથી બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહી છે જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરો અંતરિયાળ માર્ગે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ બન્યા છે શામળાજી પોલીસે બાતમીદારો સક્રિય કરી બુટલેગરો પર તવાઈ બોલાવી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની 1208 નંગ ઝડપી કુલ ૧,૮૫ લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો.

Advertisement

શામળાજી પીએસઆઇ વી.ડી.વાધેલા અને તેમની ટીમ રતનપુર ચેકપોસ્ટ સહિત અંતરિયાળ વિસ્તારોમા રાજસ્થાન સરહદને અડતા ગ્રામ્ય વિસ્તારોમાં સઘન પેટ્રોલીંગ હાથધર્યું હતું.શામળાજી પોલીસ નાકાબંધી કરતા બાતમી આધારિત બ્રેઝા કાર ચાલકે પોલીસ ને જોઈ વાંકાટીંબા ગામ તરફથી બ્રેઝા કાર આવતા પોલીસ પીછો કરતા કાર રિવર્સ કરી પોલીસે વાંકાટીંબા ગામ તરફ ભગાડેલ તેનો પીછો કરતા ચાલકે વાંકાટીંબા ગામની અંદર ભગાડતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી કાર રોડની સાઈડમાં ખાડામાં ઉતરી જતા કાર ચાલક અને બીજો એક ઈસમ નજીકમાં આવેલ ઝાડી ઝાંખરાની ઓથ લઈ ડુંગર તરફ રાત્રીનો સમય જોઈ અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હતા.

Advertisement

શામળાજી પોલીસે કારની તલાસી લેતા કારમાંથી બનાવટી નંબર પ્લેટ નંબર જી.જે.૨૭.સી.એમ.૯૪૮૫ ની બનાવતી પ્લેટ વાળી બ્રેઝા કાર જેનો સાચો રજિસ્ટ્રેશન નંબર આર.જે.૨૭.સી.કે.૮૪૩૮ નો હોવાનું જણાઈ આવેલ છે મારુતિ બ્રેઝા કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલ/ ક્વાર્ટર ની પેટીઓ નંગ-૩૪ જેના કુલ બોટલ નંગ-૧૨૦૦ તથા છુટી બોટલ નંગ-૮ મળી કુલ નંગ-૧૨૦૮ કુલ કિંમત રૂ.૧,૮૫,૪૩૨ નો તથા આર.જે.૨૭.સી.કે.૮૪૩૮ નંબરની નંબર પ્લેટ નંગ-૨ મારુતિ બ્રેઝા કાર રૂ.૫ લાખ કુલ મુદ્દામાલ કિંમત રૂ.૬,૮૫,૪૩૨ જપ્ત કર્યો હતો. બુટલેગરોએ દારૂની હેરાફેરીમાં બ્રેઝા કારની નંબર પ્લેટ પણ ડુપ્લીકેટ લગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસ બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!