અરવલ્લી જીલ્લાની મેઘરજ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ મહિલા સદસ્ય છેલ્લી ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહેતા સરપંચ તેમજ તલાટીએ આ અંગે તાલુકા વિકાસ અધિકારીને મહિલાની સદસ્યતા રદ કરવા જાણ કરતા મહિલા સદ્સ્યની વહારે સ્થાનિક રાજકારણના મોટા માથાઓ આવતા મહિલા પંચાયત સદસ્યની સદસ્યતા રદ કરવા માટે કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે મેઘરજ ગ્રામ પંચાયતની મહિલા સદ્સ્ય ચાર ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હોવા છતાં ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી આ અંગે અજાણ હોવાની વાત વહેતી થતા મેઘરજ ગ્રામ પંચાયતના વહીવટ સામે પણ અનેક સવાલો પેદા થયા છે
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,મેઘરજ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ મહિલા સદસ્ય છેલ્લી ચાર સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા સરપંચ અને તલાટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ગેર હાજર રહેતા સદસ્યતા રદ કરવા જાણ કરી હતી સદસ્યતા રદ કરવા સામાન્ય સભામાં ઠરાવ થતા ગ્રામ પંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો મહિલા સદસ્યએ રાજકીય શરણ લેતા તેમની મદદે સ્થાનિક મોટા ગજાના રાજકીય નેતાઓ આવ્યા હતા અને મહિલા સદસ્યને ગેરલાયક ઠરતા બચાવી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ગ્રામ પંચાયતમાં સદસ્યતા રદ કરવાના કાયદાનું ચીરહરણ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી