અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસે પ્રોહિબિશનની કામગીરી માટે સતત દોડાદોડી કરી રહી છે બાયડ પોલીસે ગાબટ રોડ પરથી પસાર થતી લોડિંગ રિક્ષામાંથી 31 હજારથી વધુના વિદેશી દારૂ સાથે ધરુસિયા મઠ વિસ્તારમાં રહેતા બાબુ સલાટ નામના બુટલેગરને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ 4 બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
બાયડ પોલીસે ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ગાબટ રોડ તરફથી વિદેશી દારૂ ભરેલી લોડિંગ રીક્ષા બાયડ શહેરમાં આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે ગાબટ રોડ પર વોચ ગોઠવી બાતમી આધારીત લોડિંગ રીક્ષા આવતા અટકાવી તલાસી લેતા 288 વિદેશી દારૂની બોટલ કીં.રૂ.31800/- નો જથ્થો જપ્ત કરી રીક્ષા ચાલક બુટલેગર બાબુ ઉર્ફે બાળકા દોલાજી સલાટને દબોચી લઈ વિદેશી દારૂ, રીક્ષા અને મોબાઈલ મળી કુલ.રૂ.1.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લોડિંગ રિક્ષામાં દારૂ ભરી આપનાર 1)જયદીપસિંહ ભેમસિંહ ઠાકોર (રહે,ચોરસા -મહીસાગર),2)મોહન ઉર્ફે મોયો ચીમન સલાટ,3)પ્રેમ જીતુ સલાટ અને 4) ગીતા ઉર્ફે ગુજજી હરજી સલાટ (ત્રણે,રહે.બાયડ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી