અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલ હીરાલાલ ભુવનમાં સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન (સીઆઈટીયુ)નું અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા સંયુક્ત સંમેલન યોજાયું હતું જેમાં બંને જીલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી
મોડાસા શહેરના હીરાલાલ ભુવનમાં અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાનું સંયુક્ત સંમેલન સીઆઇટીયુ ગુજરાતના મહામંત્રી અરુણ મહેતા,
આંગણવાડીના ગુજરાતના મંત્રી કૈલાશબેન રોહિત ઉપ-પ્રમુખ નસીમબેન મકરાણી અને ગુજરાત કિસાન સભા ના મહામંત્રી પરષોત્તમ પરમારની ઉપસ્થિતિમાં યોજાયું હતું સંમેલનનો પ્રારંભ ઝંડા વંદનથી કરવામાં આવ્યો હતો શહીદોને શ્રદ્ધાંજલિ આપી સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પ્રમુખ મંડળની રચના કરી શોક ઠરાવ રજૂ કર્યો હતો પ્રદેશ મહામંત્રી અરુણ મહેતાએ ઉદ્ઘાટન પ્રવચન કર્યું હતું ત્યારબાદ સીઆઈટીયુનો ત્રણ વર્ષનો અહેવાલ જિલ્લા મંત્રી ડી.આર જાદવ એ રજૂ કર્યો હતો જેમાં અહેવાલ રજૂ કર્યા પછી ચર્ચા માટે 10 કામદારોએ ભાગ લીધો હતો અને ત્યારબાદ નવી 25 સભ્યોની કારોબારી બનાવવામાં આવી હતી અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે દિલીપભાઈ ભરાડા અને મહામંત્રી તરીકે ડી આર જાદવની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ચાર ઉપપ્રમુખો ત્રણ મંત્રી ખજાનચી વગેરેની નિમણૂક કર્યા બાદ ભાવનગરમાં મળનારા સીઆઇટી યુ ના રાજ્ય સંમેલન માટે 21 ડેલીગેટની ચૂંટણી કરવામાં આવી હતી ત્યારબાદ કાંતિભાઈ ગામેતીએ આભાર પ્રવચન કર્યું હતું અને સંમેલન પૂરું કરવામાં આવ્યું હતું