મેઘરજ શહેરમાં ગત શનિવાર ને રોજ રાત્રીના સમયે બે અલગ અલગ મકાન ના તાળા તોડી ચોરો એ ચોરીને અંજામ આપ્યો હતો અજાણ્યા ઈસમો એ દરવાજાનું નકુચાનુ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના દરવાજો તોડી તીજોરીમાં મુકેલ બચત ડબ્બામાં મુકેલ આશરે રૂ.૧,૯૫,૦૦૦/- તથા રોકડ રકમ રૂ.૯૦,૦૦૦/- તથા ચાંદીના છડા આશરે ૨૦૦ ગ્રામ જેની કિ.૩.૧૪,૦૦૦/- તથા સાહેદ સોનલબેન હિરેનભાઇ રસીકભાઇ વાળંદ નાઓના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં મુકેલ સોનાનુ મંગલસુત્ર જેનુ વજન ૨.૫ તોલાનુ જેની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- ની તથા કાન ઉપર પહેરવાની સોનાની શેર તથા સોનાની બુટ્ટી જે બંનેનુ વજન ૧,૦૦ તોલાનુ હતુ જેની કિ.રૂ.50,000/- તથા ગળામાં પહેરવાનુ સોનાનું ડોકીયું જેનું વજન ૧,૦૦ તોલાનુ હતુ જેની કિ.રૂ.૬૦,૦૦૦/- ની ચોરી કરી હાથ ફેરો લગાવી ચોરો એ ચોરીને અંજામ આપ્યો હતો અને કુલ બે મકાનો માંથી
કુલ કિ.રૂ.૫,૬૯,૦૦૦/- ની ચોરી ની ઘટના ને લઇ મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી
મેઘરજ ના ગ્રીન પાર્ક કોમ્પ્લેક્સ ની પાછર ની ભાગમાં આવેલ હાર્ડવૈદ ના વ્યવસાસ સાથે જોડાયેલ પરિવારમાં પુત્ર પિતાને હિંમતનગર મુકવા ગયેલ અને રાત્રીના સમયે ચોરો એ ચોરીને અંજામ આપ્યો હતો તો બીજી બાજુ વાળંદ ના મકાનમાં તેઓ પિયર ઘયા હતા અને રાત્રીના સમયે ચોરો એ બીજા મકાનમાં હાથ ફેરો કરી અલગ અલગ બે મકાન ના તાળા તોડી ચોરો એ ચોરી કરી પલાયન થતા હાલ તો મેઘરજ પોલિસ સ્ટેશન ના રાત્રી પ્રેટોલિંગ સામે હાલ તો સવાલો ઉભા થયા છે ત્યારે મેઘરજ પોલીસે અજાણ્યા શક્સો સામે ચોરીનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી