31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

શહેરા તાલુકાનાં ઉંમરપુર ગામના વતની પ્રોફેસર ડૉ. સુરેશ આર. પરમારના સંશોધન માટેના મેજર રિસર્ચ પ્રોજેકટની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામા આવી


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાનાં ઉંમરપુર ગામના વતની અને હાલમા મહેસાણા ખાતે આવેલી સરદાર વિધ્યાભવન ટ્રસ્ટ સંચાલિત અવનિ સીડ્સ કેમ્પસમાં આવેલ સ્વામી વિવેકાનંદ સર્વોદય એજયુકેશન કોલેજ મહેસાણામાં આચાર્ય તરીકે સેવા આપતા પ્રોફેસર સુરેશભાઈ આર પરમારની મેજર રિસર્ચ પ્રોજેક્ટમા રાષ્ટ્રિય સ્તરે પસંદગી થઈ છે. સંશોધનની આગવી પ્રતિભા અને આયોજન માટે મિનિસ્ટરી ઓફ હ્યુમન રિસોર્સ ઉત્કૃષ્ટતાને આધારે સામાજિક વિજ્ઞાનના સંશોધનને પ્રોત્સાહન આપતા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ એંડ રિસર્ચ ભારત સરકાર દ્વારા દેશમાં સામાજિક વિજ્ઞાનમાં વિવિધ સંશોધનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સંશોધન હાથ ધરે છે. વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતને એક કાર્યક્ષેત્ર તરીકે ભવિષ્યના શિક્ષણને ધ્યાનમાં રાખી ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ડિઝાઇન-આધારિત સ્ટેમ જ્ઞાનના એકીકરણની આગાહી, ગણિત અને વિજ્ઞાન વિષયો શીખવવામાં સંબંધિત કુશળતા, વિદ્યાર્થીઓને વાતચીત કરવાની ક્ષમતા પ્રદાન કરવાનો હેતુ, આંતર-શિસ્ત, ટીમ વર્ક, સર્જનાત્મક રીતે વિચારવા, સંશોધન કરવા, ઉત્પાદન કરવા અને સમસ્યાઓ ઉકેલવા માટે, શિક્ષણના ક્ષેત્રે પ્રવર્તમાન સમય અને ભવિષ્યમાં માધ્યમિક શાળા સ્તરે ગણિત વિષયમાં મેળવેલ સિદ્ધિ પર વિવિધ વિષયોને સાંકળતા વિજ્ઞાન, તકનીકી, એન્જિનિયરિંગ અને ગણિત (સ્ટેમ) પર શીખવાની તકનીકોની અસરને તપાસવા માટેના વિષયમાં ઈફેક્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી એન્જીન્યરીંગ એન્ડ મેથ સ્ટીમ લર્નિગ ટેકનિક્સ ઓન મેથેમેટીકલ અચિવમેન્ટ એટ સેકેન્ડરી સ્કુલ લેવલ મેજર રિસર્ચ પ્રોજેકટ માટે રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી છે. પ્રસ્તુત સંશોધનથી પરંપરાગત શિક્ષણના સ્થાને સંશોધનના એસટીઈમએમ પ્રયુક્તિઓ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સક્રિયપણે ભાગ લેવા સક્ષમતા કેળવાશે, વિદ્યાર્થી-શિક્ષકની ક્રિયાપ્રતિક્રિયાને પ્રોત્સાહિત કરવા, તેમજ સંશોધનમાં શિક્ષણ અને શીખવાની પ્રક્રિયામાં સંપાદન જ્ઞાનથી વિદ્યાર્થી તેમની સમજ અને વિકાસમાં સક્રિયપણે કેળવી શકશે. શિક્ષણનો ખૂબ જ બહોળો અનુભવ ધરાવે છે. તેમના 16 પુસ્તકો અને 18 સંશોધનપત્રો રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રકાશિત થયેલા છે. ગણિત અને આંકડાશાસ્ત્રમાં તેમજ સંશોધનને સરળ બનાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે તેમજ નામાંકિત યુનિવર્સિટીઓમાં સંશોધનને લગતા પ્રવચનો અને માર્ગદર્શન આપે છે. ભારતભરમાથી રાષ્ટ્રીય સ્તરે મેજર રિસર્ચ પ્રોજેકટ માટે પસંદગી થવા બદલ શહેરા તાલુકા અને ઉંમરપુર ગામના અગ્રણીઓએ આચાર્ય તરીકે સેવા આપતા પ્રોફેસર ડો. સુરેશ આર. પરમારને તેમની સંશોધનની આગવી પ્રતિભા અભિનદન પાઠવ્યા હતા અને ઉંમરપુર ગામના નામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવવા બદલ શુભેચ્છાઑ પાઠવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!