26 C
Ahmedabad
Monday, December 4, 2023

વોટર કુલર માંથી ઠંડી હવાને બદલે દારૂની બદબુ : શામળાજી પોલીસે ટ્રકમાં જમ્બો વોટર કુલરમાંથી વિદેશી દારૂની 6492 બોટલ ઝડપી


અમદાવાદ અસલાલીના ગોપાલ નામના બુટલેગરને દારૂનો જથ્થો આપવા નીકળેલ મીની ટ્રકને પોલીસે ઝડપી

Advertisement

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બુટલેગરો પર સકંજો કસતા સતત લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી રહી છે શામળાજી પોલીસ એક સપ્તાહમાં લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં ઠલવાતો અટકાવવા શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરો પોલીસની આંખ ધૂળ નાખવા અજીબ તરકીબ અપનાવી હતી ટ્રકમાં વોટર કુલરના જમ્બો ખોખામાં સંતાડીને ઘુસાડાતો 14.46 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો

Advertisement

શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈએ ચાર્જ સંભળાતાની સાથે બુટલેગરો પર ધબધબાટી બોલાવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરતા મીની ટ્રકમાં જમ્બો વોટર કુલર બોક્ષ જોઈ શંકા ઉપજતા ટ્રકને અટકાવી વોટર કુલરની સ્ટીલ બોડી ખોલતા અંદર સંતાડેલ અધધ વિદેશી દારૂની પેટીઓ જોતા પોલીસ અચંબિત બની હતી વોટર કુલરના બોક્ષમાંથી વિદેશી દારૂની 241 પેટીમાંથી 6492/- બોટલ કીં.રૂ.1446000/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક ધર્મેન્દ્ર બુપસિંહ જાટ (રહે,સીલાણી-હરિયાણા)ને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ, રોકડ રકમ અને ટ્રક મળી રૂ.24.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર હરીયાણાના કુખ્યાત બુટલેગર પવન જાટ અને દારૂ મંગાવનાર અમદાવાદ અસલાલી વિસ્તારમાં રહેતા ગોપાલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!