શહેરા,પંચમહાલ
કહેવાય છે અડગ મન માનવીને હિમાલય નથી નડતો. આ ઉક્તિને સાર્થક કરી બતાવી છે સુરતના રહેવાસી અને મુળ દિલ્લીના વતની એવા વિનોદદાસે 78 વર્ષના વિનોદદાસ રામદેવપીર મહારાજના પરમ ભક્ત છે. દર વર્ષે તેઓ સુરતથી રામદેવરા સુધીની પગપાળા યાત્રા જાય છે.હાથમા ધજા લઈને નીકળેલા વિનોદદાસની શારિરીક સ્ફુતિ યુવાનોને શરમાવે તેવી છે. પગપાળા યાત્રા દરમિયાન તેઓ કોઈ પણ વાહન કે બાઈકનો સહારો નથી લેતા.સેવાભાવી લોકો દ્વારા તેમને જમવાની સહિતની મદદ મળી જાય છે.દરરોજના તેઓ પચાસ કિમીનું અંતર ચાલીને કાપે છે. પોતાની પગપાળા યાત્રાના પડાવ દરમિયાન તેઓ પંચમહાલના શહેરા ખાતે આવી પહોચ્યા હતા.
વિનોદદાસ ઉત્તરભારતના દિલ્લી શહેરના મુળ વતની છે.દક્ષિણ ગુજરાતના સુરત શહેરમાં વર્ષોથી સ્થાઈ થયા છે.વિનોદદાસ રામદેવપીરના વર્ષોથી પરમ ભક્ત છે. વર્ષોથી તેમની ભક્તિ કરે છે.રાજસ્થાનના જેસલમેર જીલ્લામાં રામદેવપીરની સમાધિ રામદેવરા ખાતે આવેલી છે.રામદેવરા ખાતે તેઓ દર વર્ષે ચાલીને જાય છે. સુરતથી તેઓ ચાલીને રામદેવરા સુધી જાય છે.તેમની યાત્રાના પડાવના ભાગરૂપે તેઓ શહેરાના ખાતે આવી પહોચ્યા હતા.ત્યા એક દુકાનદારે તેમને ચા પીવડાવી સેવા કરી હતી.વિનોદદાસ જણાવે છે. સુરત ખાતે રહેતા વિનોદદાસના પરિવારમાં એક માત્ર પુત્રી છે. તેઓ સુરતના એક મંદિરમાં રહે છે.મારો રામદેવપીર મહારાજમાં મારો અતુટ વિશ્વાસ છે.2014ના સાલથી સુરતથી રામદેવરા સુધી પગપાળાયાત્રા નિયમીત કરી છે. આ વર્ષે પણ રામદેવરાની યાત્રાએ નીકળ્યો છુ.તેઓ વધુમાં જણાવે છે.મારી પગપાળા યાત્રા દરમિયાન મને સેવાભાવી લોકોની મદદ મળી રહે છે. જેમા જમવાની સહિતની વ્યવસ્થા થઈ જાય છે. હુ રોજનુ પચાસ કિલોમીટરનું અંતર ચાલીને કાપુ છુ.રસ્તામાં મને ઘણા લોકો તેમના વાહનમાં બેસાડી લઈ જવાની વિનંતી કરે છે. પણ હુ બેસતો નથી. મારી શ્રધ્ધા રામાપીર પ્રત્યે અખુટ છે તેથી મને થાક લાગતો નથી. હુ નિંરતર ચાલતો જ રહુ છું. સુરતથી રામદેવરાનુ અંતર ચૌદશો કિલોમીટર છે.હુ રોજનુ પચાસ કિલોમીટરનુ અંતર કાપુ છુ.તેમની કોઈ બાધા આખડી કે મન્નત નથી પણ આમજ તેમની એક શ્રઘ્ધાના ભાગરૂપે તેઓ આ રીતે દર વર્ષ ચાલીને સુરતથી રામદેવરા જાય છે. શહેરાથી તેઓ આગળ જવા રવાના થયા હતા.