ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના સભ્ય પરિવારની મહિલાઓ દ્વારા ઈડર તાલુકાના મુડેટી એસ.આર.પી કેમ્પમાં ૨૫૦ થી વધુ લોકરક્ષકના જવાનોને કુંમ-કુંમ તિલક કરીને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે લોકરક્ષકોને રક્ષાસૂત્ર બાંધવામાં આવી હતી. લોકરક્ષક જવાનોનું મોં મીઠું કરાવી, લાંબી ઉંમર માટે પ્રાર્થના કરવામાં આવી, પ્રત્યેક જવાનોએ ભારત દેશની સુરક્ષા વધુ ને વધુ મજબૂત બને અને મહિલાઓની સંપૂર્ણ સુરક્ષાના સંકલ્પ લીધા હતા.
ડી.વાય.એસ.પી ભરતભાઈ પટેલ, ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ પ્રણવભાઈ પંચાલ, ઉપ પ્રમુખ જીતકુમાર ત્રિવેદી, મહિપતસિંહ રાઠોડ, રામઅવતાર શર્મા, જગદીશભાઈ પટેલ, હર્ષદભાઈ સોની, હસમુખભાઈ બરંડા, સંજયભાઈ પંચાલ, ભરતભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, શિક્ષણ વિંદ શરદભાઈ બારોટ, મહિલા સંયોજીકા જાગૃતિબેન સોની, દક્ષાબેન સોની, સીમાબેન ચૌહાણ, ઉર્વશીબેન બરંડા, સરસ્વતીબેન પટેલ, ખુશ્બુ ત્રિવેદી સહિત ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા પરિવાર ની મહિલાઓ સાથે આનંદ, ઉત્સાહભેર રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી યોજાઈ હતી