અરવલ્લી જિલ્લાના બાયડ નગરપાલિકાએ વર્ષ-૨૦૨૩મા વેરાના માગણાબિલમાં ઓચીંતો રૂપિયા ૫૦૦/- નો વધારો કરવામાં આવતાં બાયડ નગરમાં રહેતા નાગરીકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બાયડ નગરપાલિકામાં
વેરા પાવતીમાં ખાસ પાણીવેરો, સફાઈ વેરો, દિવાબતી વેરો, અને આ વખતે ગટર વેરોમાં રૂપિયા ૫૦૦/-ઔંચીતો ભાવ નક્કી કર્યો છે, જેથી બાયડ નગરમાં રહેતા નાગરીકોને માથા ઉપર આભ ફાટી નિકળ્યું છે આ વેરા પાવતી ઘેર કે ઓફીસમાં વિતરણ કરી દિધી છે. અને વેરા પાવતી બાયડ નગરપાલિકા કર્મચારી તથા ચીફ ઓફીસરે વેરા પાવતી સિક્કો મારી ને લખ્યું છે કે, માગણા બીલમાં ચઢાવેલ ગટર વેરો જે મિલ્કતમાં ગટર કનેકશન ન હોય તો રદ કરવા માટે
નગરપાલિકા કચેરીએ અરજી કરવાની રહેશે. તેમ જણાવ્યું છે.
હાલ બાયડના અમુક વિસ્તારમાં મધ્યમ વર્ગમાંથી આવતા પરિવારજનો છુટક મજુરી કરી ઘર ચલાવે છે. જયારે નગરપાલિકા દ્વારા એકા એક વેરો વધારી દેતાં મધ્યમ વર્ગના પરીવારજનો પર આભ ફાટી નિકળ્યું હતું. જેમના ઘરોમાં ગટર જોડાણ નથી તેવા ઘરોમાં આ માંગણા બીલ આપતા અસંતોષની લાગણી જોવા મળી રહી છે.