અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે પોલીસતંત્રને પ્રોહીબીશની શખ્ત કાર્યવાહીના આદેશના પગલે જીલ્લા પોલીસ દોડાદોડી કરી રહી છે બાયડ પોલીસે એસડીએમ કચેરી સામે હાઇવે પરથી ક્ષત્રિય કરણી સેના પરિવાર તાલુકા ઉપાધ્યક્ષ લખેલ સ્વીફ્ટ કારમાંથી 48 હજાર ના દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી હતા મહીસાગર તાલુકાના ચોરસા ગામના કુખ્યાત બુટલેગર જયદીપસિંહ ચૌહાણે સ્વીફ્ટ કારમાં દારૂ ભરી આપ્યો હતો અને નિરમાલી ગામમાં પહોંચી બુટલેગરે આપેલ મોબાઈલ નંબર ધારક બુટલેગરના ત્યાં પહોંચાડવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી ક્ષત્રીય કરણી સેના પરિવાર તાલુકા ઉપાધ્યક્ષ બોર્ડ લગાવી કારમાં દારૂની હેરાફેરી થતી હોવાથી સમગ્ર પંથકમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું
બાયડ પોલીસે એસડીએમ કચેરી સામે હાઇવે રોડ પર વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા ક્ષત્રિય કરણી સેના પરિવાર તાલુકા ઉપાધ્યક્ષ નું બોર્ડ લગાવેલ સ્વીફ્ટ કાર શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા પોલીસે અટકાવી સ્વીફ્ટ કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-480 કીં.રૂ.48 હજારનો જથ્થો મળી આવતા કાર ચાલક મનહરસિંહ ઉર્ફે ભલો સુજમલસિંહ સોલંકી (રહે,વક્તાપુર,મહીસાગર) અને દિલીપસિંહ અમૃતસિંહ સોલંકી (રહે,ધોમ વિસ્તાર,બાયડ)ને દબોચી લઇ વિદેશી દારૂ, ત્રણ મોબાઇલ અને કાર મળી કુલ.રૂ.3.63 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્વીફ્ટ કારમાં દારૂ ભરી આપનાર મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ચોરસા ગામના જયદીપસિંહ ભેમસિંહ ઠાકોર અને અજાણ્યા મોબાઈલ ધારક સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા