મોડાસામાં પૂજ્ય શ્રીગુરુદેવ શ્રીચતુર્થપીઠાધીશ્વર ગોસ્વામી શ્રીવિઠ્ઠલરાયજી ને વૈષ્ણવો દ્વારા શ્રીપવિત્રા તથા રક્ષા અર્પણ,
મોડાસા નગરમાં વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્યચરણ શ્રીગુરુદેવ શ્રીચતુર્થપીઠાધીશ્વર ગોસ્વામી શ્રીવિઠ્ઠલરાયજીના સપરિવાર ના મોડાસાના પ્રવાસ દરમિયાન વૈષ્ણવો દ્વારા શ્રીગુરુપદવંદન તેમજ પવિત્રા તથા રક્ષા અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ શ્રી ચતુર્થ પિઠાધીશ્વર પૂજ્ય ગુરુદેવ શ્રી વિઠ્ઠલરાયજી દ્વારા તેમજ લાલન શ્રીગોકુલેશ ના હસ્તે મોડાસા તેમજ આજુબાજુ ના ગામના વૈષ્ણવોને શરણ દીક્ષા આપવામાં આવી હતી. આ અલૌકિક અવસર વૈષ્ણવો દ્વારા આનંદ અને ઉત્સાહ તેમજ ભક્તિ ભાવથી ઉજવાયો હતો.
બે દિવસના મુકામ દરમિયાન પૂજ્ય શ્રી ગુરૂદેવ દ્વારા 162 શરણદીક્ષાર્થી વૈષ્ણવોને શરણદીક્ષા આપવામાં આવી હતી. આ મંગલ પાવન પ્રસંગે મોડાસા તેમજ આજુબાજુના વિસ્તારના ગામના ૮૦૦ થી વધુ વૈષ્ણવો એ ગુરૂ વાણી નો લાભ આનંદ લીઘો હતો.