અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા સતત પ્રયત્નશીલ છે પોલીસતંત્ર ગુન્હા આચરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે બાયડ પોલીસે અમદાવાદ ચાંદખેડામાં એનડીપીએસ એક્ટના ગુન્હામાં પોલીસને હાથતાળી આપતા વાઘવલ્લા (આમોદરા) ગામના ગણપતસિંહ હિરસિંહ ઝાલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડ પોલીસ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં બે વર્ષ અગાઉ અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એનડીપીએસ એક્ટના ગુન્હામાં સંડોવાયેલ બાયડ તાલુકાના વાઘવલ્લા (આમોદરા) ગામનો ગણપતસિંહ હિરસિંહ ઝાલા ગામમાં હોવાની બાતમી મળતા પોલીસે તાબડતોડ રેડ કરી ગપતસિંહ ઝાલાને કોર્ડન કરી દબોચી લેતા છેલ્લા બે વર્ષથી અમદાવાદ પોલીસને હંફાવતા નશાના આરોપી ગપતસિંહ ઝાલા ચોંકી ઉઠ્યો હતો બાયડ પોલીસે આરોપીની અટકાયત કરી અમદાવાદ ચાંદખેડા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી