ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.હિન્દી ગાનમાં ૨૦ શાળાએ ભાગ લીધો હતો. સંસ્કૃત ગાનમાં ૧૦ શાળાએ ભાગ લીધો હતો.સંસ્કૃત ગાનમાં શ્રી સરસ્વતી શારદા પ્રાથમિક શાળા,ભિલોડાના વિદ્યાર્થીઓએ દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો હતો.શાળા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ,આચાર્ય સહિત સ્ટાફ પરીવારે વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.બાળકોમાં રાષ્ટ્ર પ્રેમની ભાવનાનું સિંચન થાય તે હેતુસર ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા દ્વારા સમગ્ર કાર્યક્રમનું ભગીરથ આયોજન કર્યું હતું.કાર્યક્રમમાં સમારંભના ઉદ્ઘાટક લાભુભાઈ આર. પંડ્યા (પૂર્વ :- આચાર્ય એન.આર.એ.વિદ્યાલય,ભિલોડા, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા,ગુજરાત સરકાર), સમારંભના અધ્યક્ષ ફાલ્ગુનભાઇ વોરા સાહેબ (પ્રમૂખ :- ભારત વિકાસ પરિષદ, ગુજરાત મધ્ય પ્રાંત) અને ભીખુદાન ગઢવી (લોકગાયક) ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદ,ભિલોડા શાખા ધ્વારા આયોજિત કાર્યક્રમમાં ભિલોડા તાલુકામાંથી આવેલ વિવિધ શાળાઓના આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા.