અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા શખ્ત કાર્યવાહી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે ગાજણ ટોલપ્લાઝા નજીક ઇકો કારના ગુપ્તખાનામાં સંતાડેલ 28 હજારથી વધુનો વિદેશી દારૂ સાથે રાજસ્થાન ઉદેપુર પંથકના બે બુટલેગરોને ઝડપી લીધા હતા દારૂનો જથ્થો કપડવંજ તોરણાના હરેશ સોલંકી નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગાજણ ટોલપ્લાઝા નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતાં રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી ઇકો કાર શામળાજી થી મોડાસા તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસે બાતમી આધારીત ઇકો કાર આવતા અટકાવી તલાસી લેતા ઇકો કારમાં વિદેશી દારૂ જોવા ન મળતા પોલીસ ચોંકી ઉઠી હતી જોકે બાતમી ચોક્કસ હોવાથી ઇકો ગાડી નીચે જોતા પતરા પર બોલ્ટ જોવા મળતા બોલ્ટ ખોલતા ગુપ્ત ખાનામાં પેપરમાં સંતાડેલ 28 હજારથી વધુની વિદેશી દારૂની બોટલ નંગ-143 મળી આવતા પોલીસે કાર ચાલક દીનેશ શાંતીલાલ અહારી અને રમેશકુમાર નકુડા લખુમ્બરા (બંને,રહે.રાજસ્થાન) ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ,ઇકો કાર અને બે મોબાઈલ મળી કુલ.રૂ.338650/- નો જથ્થો જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર હરીપ્રકાશ બરંડા રહે.બડલા તા.ખેરવાડા જી.ઉદેપુર (રાજસ્થાન) અને દારૂનો જથ્થો મંગાવનાર હરેશ કનુભાઇ સોલંકી રહે.તોરણા તા.કપડવંજ જી.ખેડા વિરુદ્ધ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા