અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં તસ્કર ટોળકીએ તળખળાટ મચાવતા મેઘરજ રોડ પર એક સાથે પાંચ દુકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જોકે તસ્કરોને ફેરો માથે પડ્યા જેવો ઘાટ સર્જાયો હતો એક જ દુકાનમાંથી એક હજારથી વધુ રોકડ રકમ હાથ લાગી હતી તસ્કર ટોળકી માટે અરવલ્લી પાર્લર હોટ ફેવરેઇટ હોય તેમ દર વર્ષે એક વાર ચોરો ત્રાટકી સીસીટીવી કેમેરાનું વાયર કાપી નાખી ચોરીનો પ્રયાસ કર્યો હતો ટાઉન પોલીસ નાઈટ પેટ્રોલિંગ અને હોમગાર્ડ પોઈન્ટ વધુ ફાળવેની માંગ પ્રબળ બની હતી
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ કિરાણા સ્ટોર્સ, પાન પાર્લર અને સલૂન, બ્યુટી પાર્લર સહીત 5 દુકાનોમાં શનિવારે રાત્રીના સુમારે ટાસ્કરો ત્રાટકી દુકાનોના શટર ઉંચા કરી તાળા તોડી નાખી દૂકાનો ઘમરોળી નાખી હતી જો કે દુકાનોમાંથી રોકડ રકમ કે કિંમતી ચીજવસ્તુ ચોર ટોળકીને હાથ ન લાગતા તસ્કરીનો ફેરો માથે પડ્યો હતો તસ્કરોએ 5 દૂકોનોમાં ચોરીનો નિષ્ફ્ળ પ્રયાસ કરતા વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તસ્કરોને ફેરો માથે પડતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો