સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કેમિસ્ટ એસોસીએશનની સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી અને સામાન્ય સભા હિંમતનગર સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં બંને જીલ્લાના એક હજાર જેટલા કેમિસ્ટ મિત્રો હાજર રહ્યા હતા જેમાં પ્રમુખ તરીકે મોડાસાના યંગ ડાયનેમિક ઉત્સાહી દિપક પટેલ અને મંત્રી તરીકે હિંમતનગરના બિપિન ઓઝાની નિમણુંક કરવામાં આવતા બંને જીલ્લાના કેમિસ્ટ મિત્રોમાં આનંદ છવાયો હતો પ્રમુખ તરીકે દિપક પટેલની બીજીવાર SADCA ની કમાન સોંપવામાં આવતા કેમિસ્ટ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા સમગ્ર ઉત્સવને સફળ બનાવવા બંને જીલ્લાના કેમિસ્ટ મિત્રોની બનાવેલ કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી
સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કેમિસ્ટ એસોસિએશનને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જ્યંતી મહોત્સવની હર્ષોલ્લાસ સાથે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા,હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલા, ગુજરાત કેમિસ્ટ એસોના પ્રમુખ જસવંત પટેલ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર ડૉ.એચ.જી કોશિયા,અન્ય ઝોનના હોદ્દેદારો અને ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી સુવર્ણ જ્યંતી ઉજવણી અને સામાન્ય સભામાં 850 થી વધુ કેમિસ્ટ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં નવી ટર્મના પ્રમુખ તરીકે મોડાસાના ઉત્સાહી યુવા દિપક પટેલ અને મંત્રી તરીકે બિપિન ઓઝાની નિમણુંક કરવામાં આવી હતી મોડાસા ઝોનમાંથી સતત બીજીવાર SADCAના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવતા મોડાસા ઝોન અને ઉપસ્થિત કેમિસ્ટ મિત્રોએ તાળીઓના ગળગળાટથી વધાવી લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા