અરવલ્લી જીલ્લામાં વરસાદ ખેંચતા ખેડૂતોમાં ચિંતાની લકીરો તણાઈ છે.મકાઈ, ડાંગર સહીત અન્ય ચોમાસુ ખેતી પર સંકટ સર્જાયું છે જીલ્લામાં મેઘરજ તાલુકામાં આદિવાસી અને ગરીબ બાહુલ્ય વસ્તી વસવાટ કરી રહી છે અહીંના ખેડૂતો ચોમાસુ ખેતી અને મજૂરીથી
જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે ચોમાસાની ઋતુમાં ડાંગર અને મકાઈનો પાક ખેડૂતો લેતા હોય છે વરસાદ ખેંચાતા ડાંગરનો પાક ખેતરમાં ઉભો ને ઉભો બળી જતા ખેડૂતોની હાલત દયનિય બની છે ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાતા નિરાશામાં ગરકાવ થઇ ગયા છે વરસાદ વધુ વિરામ લેશે તો મેઘરજ તાલુકાના ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીના ફાંફા પડી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ તળાવોમાં સિંચાઈથી પાણી ભરવામાં આવેની લોક માંગ પ્રબળ બની છે
ચોમાસામાં પ્રથમ તબક્કામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી
કરતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો અને મોંઘાદાટ બિયારણ અને ખેતી ખર્ચ કરી વાવણી કરી હતી જો કે છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળ છવાયા છે.જીલ્લાના મોટા ભાગની ખેતી નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે મેઘરજ પંથકમાં ડાંગરનું વાવેતર કરનાર ખેડૂતો વરસાદ ખેંચાતા ડાંગરનો પાક ધોમધખતા તાપથી ઉભો બળી જતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી બેઠા છે ડાંગર અને મકાઈ પાક પર વરસાદ ખેંચાતા નિષ્ફ્ળ જવાની ભીતિ સેવાઈ રહી છે