અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદ ગામથી હફસાબાદ છાપરા સુધીના માર્ગની ચોમાસાની ઋતુમાં દુર્દશા થઇ છે સમગ્ર રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે આ માર્ગ અન્ય ગ્રામ્ય વિસ્તારોને જોડાતો રોડ હોવાથી મોટા પ્રમાણમાં વાહન ચાલકો ઉપયોગમાં લઇ રહ્યા છે રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હફસાબાદ ગામથી હફસાબાદ છાપરા સુધીનો ડામર અને આરસીસી રોડનું તાબડતોડ સમારકામ હાથધરવામાં આવેની માંગ પ્રબળ બની છે
મોડાસા શહેરને અડીને આવેલા હફસાબાદ ગામથી હફસાબાદ છાપરા સુધીનો ડામર અને આરસીસી રોડની ચંદ્રની સપાટી જેવી હાલત થતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો ખાડા ટાળવા જતા અકસ્માતનો ભોગ બનાવની દહેશત પેદા થઇ છે આ રોડ પરથી કકરાઈ માતા મંદિરે , દધાલિયા, અમરાપુર સહીત અન્ય ગ્રામ્ય વિસ્તારોના લોકો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે રોડ પર પડેલા ફૂટ ફૂટના ખાડાઓથી વાહનો ખખડધજ બનવાની સાથે વાહનચાલકો અને મુસાફરોને કમ્મરના દુઃખાવાનો શિકાર બની રહ્યા છે તંત્ર દ્વારા હફસાબાદ ગામ થી હફસાબાદ છાપરા સુધીના રોડ પર પડેલા ગાબડાં પુરવામાં આવેની માંગ પ્રબળ બની છે