અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ અને હેરાફેરી અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે જીલ્લા એલસીબી પોલીસે વધુ એક વાર શિણાવાડ ગામના કુખ્યાત બુટલેગર બિપિન જયસ્વાલના ખેતરમાં ઇકો કારમાંથી વિદેશી દારૂનું કટિંગ થતું હતું ત્યારે ત્રાટકી ઇકો કારમાંથી 26 હજારથી વધુના વિદેશી દારૂ સાથે બિપિન જયસ્વાલને ઝડપી લીધો હતો પોલીસ રેડ જોઈ અન્ય ચાર બુટલેગરો ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
અરવલ્લી જીલ્લા એલસીબી પી.આઈ.કે.ડી.ગોહિલ અને તેમની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ફરેડી ગામ નજીક બાતમીદારે રીઢો બુટલેગર બિપિન જયસ્વાલ શિણાવાડ ગામની સીમમાં ફરડી જતા રોડ પર આવેલ ખેતરમાં દારૂનું કટિંગ કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી આધારિત ખેતરમાં રેડ કરતા ઇકો કારમાંથી દારૂ કટિંગ કરતા બુટલેગરોમાં નાસભાગ મચી હતી પોલીસે બુટલેગરો પાછળ દોટ લગાવી બિપિન વિનુભાઈ ઉર્ફે દિલીપભાઈ જયસ્વાલને ઝડપી પાડી ખેતરમાં ઉભી ઇકો કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-198 કીં.રૂ.26950/- અને કાર મળી કુલ.રૂ.3.26 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર 1)વિજય કાંતિ જયસ્વાલ,2)અનિલ અને અન્ય અજાણ્યા બે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા