મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ શ્યામ આર્કડ અને પ્રીત એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષમાં આવેલ 5 દુકાનોમાં શનિવારે રાત્રીના સુમારે તસ્કરો ત્રાટકી 5 દુકાનોના શટર ઉંચા કરી ચોરીની ઘટનાને અંજામ આપતા વેપારીઓ સહીત આજુબાજુની સોસાયટી વિસ્તારમાં ભય ફેલાયો હતો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે પ્રાથમિક તપાસ હાથધરી આજુબાજુમાં લાગેલા સીસીટીવી કેમેરા અને નેત્રમ કેમેરાની મદદથી ચોરી કરનાર એક 15 વર્ષીય કિશોરને ઝડપી પાડી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે રાજસ્થાની ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે શહેરના મેઘરજ રોડ પર આવેલ શ્યામ આર્કેડ અને પ્રીત એપાર્ટમેન્ટમાં એક સાથે 5 દુકાનોમાં શનિવારે મોડી રાત્રે ચોરી થવા અંગે ગુન્હો નોંધાતા વિવિધ ટીમ બનાવી બંને એપાર્ટમેન્ટ અને નેત્રમ શાખાના કેમેરા રેકોર્ડિંગ નું એનાલીસીસ કરી ચોરીના ગુન્હાને અંજામ આપનાર ત્રણ શખ્સો બાઈક પર આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થતા તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરતા તસ્કર ટોળકીમાં સામેલ એક આરોપી મોડાસા શહેરમાં ફરતો હોવાની બાતમી મળતા મેઘરજ રોડ પર વોચ ગોઠવી ચાલતો પકડી લીધો હતો પોલીસે ઝડપેલ ચોર રાજસ્થાની 15 વર્ષીય બાળ કિશોર હોવાથી ચોકી ઉઠી હતી બાળ કિશોરની સઘન પૂછપરછ કરતા ચોરીમાં સંડોવાયેલ 1)જીતુ પુંજાલાલ અહારી અને 2)રાજુ જીવા અહારી (બંને,રહે.સિદડી,ખેરવાડા-રાજસ્થાન) ના હોવાનું જણાવતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડવા રાજસ્થાન ટીમ રવાના કરી ગણતરીના કલાકોમાં મોડાસા શહેરમાં 5 દુકાનોમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો