અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જાણે રીસામણા કર્યા હોય તેમ એક મહિનાથી વધુ સમય થવા છતાં વરસાદ ન પડતા ખેતી નિષફ્ળ જવાનું સંકટ ઉભું થયું છે મોડાસા-ધનસુરા તાલુકામાં ૨૦ ઈંચ જેટલો વરસાદ ટુકડે ટુકડે થતા નદી,નાળા અને તળાવ કોરા ધોકાર રહ્યા છે. માઝુમ ડેમના ઉપરવાસ રાજસ્થાનમાં પણ વરસાદ થયો નથી આ નદી ઉપર રાજસ્થાન સરકારે નાના નાના ડેમ બનાવ્યા છે માઝુમ ડેમમાં પાણીની નહિવત આવક થતા સિંચાઈના પાણી માટે જીલ્લા કલેકટરને માઝુમ જલાધાર સહકારી સંઘના ખેડૂતોએ આવેદનપત્ર આપી માઝુમ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવેની માંગ કરી હતી
વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ગત વર્ષે આ ડેમ સારા વરસાદના કારણે ભરાઈ ગયો હતો ખેડૂતોને લાભ થયો હતો પાણી પુરવઠા દ્વારા મોડાસા શહેરે તથા નજીકના ગામડામાં પીવાનું પાણી પણ આપવામાં આવ્યું હતું બીજું કે આ ડેમના દરવાજા રીપેરીંગ કરવાના હોઈ સિંચાઈ ખાતા દ્વારા ડેમ ખાલી કરવામાં આવ્યો હતો. આથી અત્યારે ખેડૂતોને સિંચાઈની જરૂરીયાત હોઈ પાણી માટે સરકરશ્રીએ વાત્રક,માઝુમ ને શામળાજી ડેમ ભરવા માટે દામા પાસે થી નર્મદા કેનાલમાંથી પાઈપ લાઇન દ્વારા ડેમો ભરવાની યોજના કરી છે. તો આપ સાહેબને વિનંતી છે. કે મોંધા ખાતર,બિયારણ મજૂરી મહેનત થી પાક ઉભો કર્યો છે તે વરસાદના અભાવે નાશ થઈ રહ્યો છે તો યુધ્ધ ના ધોરણે માઝુમ ડેમ ભરવામાં આવે તો પીવાનું પાણી તથા ખેડૂતો સિંચાઈ કરી શકે આ ડેમનો ૨૦ જેટલા ગામો ના ખેડૂતો લાભ લઈ રહ્યા છે. સિચાઈ માટે પાણી મળે તો શિયાળુ પાક લઈ શકાય આ પ્રશ્નમાં બે તાલુકાના ખેડૂતોનું હિત,અને મજૂરવર્ગ તથા પશુપાલકોનું હિત છે.તો આ અંગે ખેડૂત હિતમાં ન્યાય કરવાની માંગ કરી હતી